ચોંકાવનારો કિસ્સો : ભરૂચમાં પડોસી ગામના લોકોએ ગર્ભવતી ગાયની કરી ચોરી, મારીને ખાઈ ગયા માંસ, છની ધરપકડ

Bharuch Crime News : ગર્ભવતી ગાયની ચોરી કરવા તેની હત્યા કરવા અને તેનું માંસ ખાવાના આરોપમાં અહીં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Written by Ankit Patel
November 05, 2024 12:19 IST
ચોંકાવનારો કિસ્સો : ભરૂચમાં પડોસી ગામના લોકોએ ગર્ભવતી ગાયની કરી ચોરી, મારીને ખાઈ ગયા માંસ, છની ધરપકડ
ભરૂચમાં ચોરી બાદ ગાયની હત્યા -photo - freepik

Cow Slaughter in Gujarat: માનવતાને શરમાવે એવો એક કિસ્સો ગુજરાતના ભરૂચમાંથી સામે આવ્યો છે. ગર્ભવતી ગાયની ચોરી કરવા તેની હત્યા કરવા અને તેનું માંસ ખાવાના આરોપમાં અહીં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.

સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

મળતી માહિતી મુજબ આ ઘટના દિવાળીના દિવસે (31 ઓક્ટોબર) બની હતી જ્યારે ગાયના માલિક કમલેશ આહિરે એકસાલ ગામમાં તેના ઘરની નજીક એક ઝાડ સાથે ગાયને બાંધી દીધી હતી. કારણ કે તે ચાલવામાં અસમર્થ હતી. જો કે, તે જ સાંજે કમલેશને ખબર પડી કે તેની ગાય ગુમ છે અને તેણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પોલીસને આપેલી ફરિયાદમાં કમલેશે જણાવ્યું કે તે અને તેના પિતા ગાયને શોધી રહ્યા હતા જ્યારે તેમને માહિતી મળી કે પડોશી ગામના કેટલાક લોકો ગાયને લઈ ગયા છે. જ્યારે તેઓ ગામમાં ગયા ત્યારે તેમને એક ગાયના અવશેષો મળ્યા, જે તેમણે તપાસ માટે પોલીસને સોંપ્યા હતા.

બાજુના ગામના છ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો

કમલેશે આ ઘટનામાં સંડોવાયેલા શકમંદોની ઓળખ પાડોશી ગામના સરફરાઝ મન્સૂરી, વસીમ મન્સૂરી, મુબારક મન્સૂરી, સોહેબ મન્સૂરી અને રિઝવાન મન્સૂરી તરીકે કરી હતી. અજય રાઠોડ નામના વ્યક્તિએ ગાયને લઈ જવામાં આરોપીઓને મદદ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ- આ મહિલાઓને મળશે ગેસના બાટલાથી મુક્તિ! કેન્દ્ર સરકારની યોજનાથી મળશે મફત સોલાર ગેસ સ્ટવ

ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી હતી. ઈન્ડિયા ટુડેએ ભરૂચના નાયબ પોલીસ અધિક્ષકને ટાંકીને જણાવ્યું હતું કે આરોપી ચોરીનો ઈતિહાસ ધરાવે છે અને આ ઘટના પાછળનો હેતુ કથિત રીતે ગાયને મારીને તેનું માંસ ખાવાનો હતો.

કઈ કઈ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ

આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને ગુજરાત એનિમલ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલુ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ