સ્મિતાબેનના પુત્રથી લઈને ‘મંથન’ નામની ભેંસ સુધી, શ્મામ બેનેગલની 1976ની ક્લાસિક ફિલ્મ ગુજરાતના એક ગામની યાદ દર્શાવે છે

Shyam Benegal Manthan film : શ્યામ બેનેગલની ક્લાસિક ફિલ્મ મંથનનું શૂટિંગ રાજકોટના સાંગણવા ગામે થયું હતું. સાંગાનવા ગામ માટે બેનેગલનો વારસો ગામના દરેક ખૂણામાં રહેલો છે. તેની દિવાલો, તેના મકાનો, તેના ખાલી મેદાનોમાં પણ, જ્યાં ગિરીશ કર્નાડ અને નસીરુદ્દીન શાહ જેવા મોટા નામો વોલીબોલ રમતા હતા

Shyam Benegal Manthan film : શ્યામ બેનેગલની ક્લાસિક ફિલ્મ મંથનનું શૂટિંગ રાજકોટના સાંગણવા ગામે થયું હતું. સાંગાનવા ગામ માટે બેનેગલનો વારસો ગામના દરેક ખૂણામાં રહેલો છે. તેની દિવાલો, તેના મકાનો, તેના ખાલી મેદાનોમાં પણ, જ્યાં ગિરીશ કર્નાડ અને નસીરુદ્દીન શાહ જેવા મોટા નામો વોલીબોલ રમતા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
manthan film shooting, Sanganva village

સાંગણવા ગામમાં 'મંથન' ના શૂટિંગ દરમિયાન શ્યામ બેનેગલનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો. (ખાસ વ્યવસ્થા) (Special Arrangement)

પરિમલ ડાભી : "આ ભાગલો, સ્મિતાબેનનો દીકરો". આ રીતે રાજકોટના સાંગણવા ગામના કોન્ટ્રાક્ટર 54 વર્ષીય ભગવાનજી રાખૈયા છેલ્લા 50 વર્ષથી કોઈ પણ નવા વ્યક્તિ સાથે આ રીતે પરિચય કરાવવામાં આવે છે. જ્યાં શ્યામ બેનેગલની 1976ની માસ્ટરપીસ મંથનનું શૂટિંગ 1970ના દાયકામાં કરવામાં આવ્યું હતું.

Advertisment

ભગવાનજીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમાં સ્મિતા પાટિલની બિંદુના બાળક-પુત્ર ભગલા ભગવાનની ભૂમિકા ભજવી હતી, જે ભારતની 'દૂધ ક્રાંતિ'ની કહાનીનું વર્ણન કરે છે, પરંતુ ગામડાઓમાં જાતિ અને લિંગ ભેદભાવની શક્તિશાળી પહેલુંઓ પણ દર્શાવે છે.

ભારતના સમાંતર સિનેમાના જનક મનાતા શ્યામ બેનેગલનું 24 ડિસેમ્બરે મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં 90 વર્ષની વયે નિધન થયું હતું. પરંતુ સાંગાનવા ગામ માટે બેનેગલનો વારસો ગામના દરેક ખૂણામાં રહેલો છે. તેની દિવાલો, તેના મકાનો, તેના ખાલી મેદાનોમાં પણ જ્યાં ગિરીશ કર્નાડ અને નસીરુદ્દીન શાહ જેવા મોટા નામો વોલીબોલ રમતા હતા.

રાજકોટના જિલ્લા મથકથી લગભગ 25 કિ.મી.ના અંતરે આવેલા 1500ની વસતી ધરાવતા આ ગામમાં ક્રૂએ 45 દિવસ સુધી પડાવ નાખ્યો હતો. ભગવાનજી જ્યારે ફિલ્મમાં દેખાયા ત્યારે તે બાળક હતા. પરંતુ તેમને યાદ છે કે તેમના પિતાએ તેમને શૂટિંગ વિશે શું કહ્યું હતું. હવે તે તે સમયની વાત કરે છે જ્યારે એક પિતરાઇ ભાઇ તેમને વાળંદની દુકાનમાં હેરકટ માટે લઈ ગયો હતો.

Advertisment

તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે જેવી ફિલ્મના ક્રૂ ની આ વિશે ખબર પડી તો તે તરત જ વાળંદની પાસે દોડી ગયા હતા અને વાળ કાપવાની મંજૂરી આપી ન હતી કારણ કે તેનાથી ફિલ્મમાં મારા લુકની એકરૂપતામાં બગડી જતી હતી.

ગામના અન્ય એક ભાગમાં 65 વર્ષીય અંબાભાઈ રાખૈયા, જેમના ઘરનો ફિલ્મમાં બિંદુના ઘર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે પ્રેમથી અને ગર્વથી વાત કરે છે કે ક્રૂ એ તેમના ઘરની બહાર ફિલ્મના પ્રખ્યાત ભેંસના ઝેરવાળા દ્રશ્યનું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ક્રૂ એ ભેંસ પરિવારને ભેટમાં આપી હતી, જેમણે તેનું નામ 'મંથન' રાખ્યું હતું અને તેના મૃત્યુ સુધી તેનું ધ્યાન રાખ્યું હતું.

તેમણે કહ્યું કે જ્યારે બેનેગલનું નિધન થયું ત્યારે મેં તેમના સન્માનમાં ઉપવાસ કર્યા હતા. એક મહાન માણસ હતા જેમણે પહેલી વાર અસ્પૃશ્યતાનો મુદ્દો ફિલ્મોમાં ઉઠાવ્યો હતો. તે પહેલાં કોઈએ આવું કર્યું ન હતું, "રખૈયા, એક દલિત, કહે છે.

68 વર્ષીય ડેપ્યુટી સરપંચ નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ફિલ્મના મુખ્ય અભિનેતા ગિરીશ કર્નાડે શૂટિંગ દરમિયાન તેમના એક સંબંધીનું એક જર્જર મકાન લીઝ પર લીધું હતું. તેઓ જણાવે છે બેનેગલ તે સમયે ગિરિવરસિંહ જાડેજાની માલિકીના એક મકાનમાં રહેતા હતા, જેઓ તે સમયે મુંબઈના ઓપેરા હાઉસના જનરલ મેનેજર હતા. કેટલાક ક્રૂ મેમ્બર્સ દિવસના શૂટિંગ પછી આ ઘરની બહાર વોલીબોલ રમતા હતા. હું પણ ક્યારેક તેમની સાથે જોડાઈ જતો. સ્મિતા પાટીલે ત્યાં બે લાઇટ પણ લગાવી દીધી હતી જેથી તેઓ રાત્રે પણ રમી શકે.

shyam benegal, manthan film shooting gujarat Sanganva village
સાંગણવાના સરપંચ કૌશિક રાખૈયા ફિલ્મ ‘મંથન’ના શૂટિંગ દરમિયાન ગામમાં વપરાયેલું ઘર બતાવી રહ્યા છે (Express photo: Chirag Chotaliya)

પરંતુ ગામના દરેક જણ ક્રૂ ની માંગણીઓને લઇને સહમત હતા. તેમાંથી એક 72 વર્ષીય પુંજાભાઈ રખૈયા પણ હતા, જેમના ઘરની ક્રૂ એ શૂટિંગ માટે માંગ કરી હતી. ફિલ્મમાં એક દ્રશ્ય છે જ્યાં એક વિસ્તારને આગ ચાંપી દેવામાં આવી છે. ફિલ્મના ક્રૂ એ અમને આ દ્રશ્ય માટે દલિત વિસ્તારના મકાન આપવાનું કહ્યું. તેઓએ એમ પણ કહ્યું હતું કે એક વખત આ દ્રશ્ય પૂરું થયા બાદ, બળી ગયેલા મકાનો નવેસરથી બનાવવામાં આવશે અને અમને નવા મકાનો મળશે. પરંતુ અમને શંકા હતી અને અમે સંમત થયા ન હતા. તેથી ફિલ્મના ક્રૂએ તેના જેવા બીજા મકાનો બનાવ્યા અને ત્યાં આ દ્રશ્ય શૂટ કર્યું હતું.

ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર ફિલ્મ હવે ગામનો આંતરિક ભાગ બની ગઈ છે. નિવૃત્ત સરકારી કર્મચારી, 61 વર્ષીય ચંદ્રસિંહ જાડેજા કહે છે કેટલાક ગ્રામજનો પાસે હજી પણ આઇકોનિક ગીત 'મેરો ગામ કથા પારે' છે.

પરંતુ તે ફક્ત જૂની પેઢી જ નથી જે મૂવી સાથે જોડાય છે. 22 વર્ષીય છાયા રખૈયા ફિલ્મના શૂટિંગની વાર્તાઓ સાંભળીને મોટા થયા છે. જે હવે સોશિયલ વર્કમાં માસ્ટર્સ કરી રહી છે. તે કહે છે કે મેં ભલે ફિલ્મનું શૂટિંગ ન જોયું હોય પરંતુ મેં ઘણું સાંભળ્યું છે. માત્ર શૂટિંગ વિશે જ નહીં, પરંતુ ફિલ્મ અને તેના સંદેશ વિશે પણ. સામાજિક કાર્યની વિદ્યાર્થિની હોવાને કારણે, હું હવે તેની સાથે વધુ જોડાઇ શકું છું.

ભારતની સૌપ્રથમ ખેડૂતોની સંકલિત ડેરી સહકારી મંડળી -આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL)ની સફળતા પાછળની વ્યક્તિ અને ભારતની 'શ્વેત ક્રાંતિ'ના જનક ડૉ. વર્ગીસ કુરિયને બેનેગલને આ ફિલ્મ બનાવવા માટે રાજી કર્યા હતા.

shyam benegal, manthan film shooting gujarat Sanganva village
રાજકોટના સાંગણવા ગામનો ગેટ (Express photo: Chirag Chotaliya)

આ મે મહિનામાં આ ફિલ્મને 4K વર્ઝનમાં રિસ્ટોર કરવામાં આવી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિમાં પ્રદર્શિત કરવામાં આવી ત્યારે તેને નવું જીવન મળ્યું હતું.

કુરિયનની 66 વર્ષીય પુત્રી નિર્મલા કહે છે સાંગણવાની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે તે સૌથી ગામઠી સ્થળ હતું. હું માનું છું કે આ ગામને નિર્માતાઓને મારા પિતા ગુજરાત આવ્યા તે પહેલાંના જૂના સમયને દર્શાવવાની તક આપી હશે. કારણ કે જ્યારે ફિલ્મ બની ત્યાં સુધી અમૂલ (કૈરા સહકારી) હેઠળના ગામોનો વિકાસ થઇ ચુક્યો હતો.

તે એ પણ જણાવે છે કે કેવી રીતે તેમના શિસ્તબદ્ધ પિતાએ ફિલ્મ બનાવવા માટે અનિચ્છુક બેનેગલનો સંપર્ક કર્યો હતો. તેમણે મારા પિતાને કહ્યું કે તમારી ફિલ્મ કોણ જોશે?. મારા પપ્પાએ કહ્યું, 'તમે તેની ચિંતા ન કરો'. પછી તેમણે મારા પિતાને પૂછ્યું કે તેઓ આ ફિલ્મ માટે 10 લાખ રૂપિયા કેવી રીતે ભેગા કરશે. મારા પિતા બોર્ડ મીટિંગમાં ગયા અને પૂછ્યું કે શું તે દરેક ડેરી ખેડૂત પાસેથી 2 રૂપિયા એકત્રિત કરી શકે છે. તેઓ બધા સંમત થયા અને આમ તે ભારતની પ્રથમ ક્રાઉડ-ફંડેડ ફિલ્મ બની હતી.

1975માં આ ફિલ્મ બની ત્યારથી ઘણું બદલાયું છે. ગામના તે સમયના ધૂળિયા રસ્તાઓ અને છતની ટાઇલ્સ હવે આરસીસી છતવાળા પાકા મકાનોમાં બદલી ગયા છે. જોકે જે બદલાયું નથી તે ફિલ્મ વિશે ગામની યાદો છે.

માધવસિંહ જાડેજા, જેમનું નામ ગામના અન્ય ઘણા લોકો સાથે ફિલ્મના પ્રારંભિક ક્રેડિટમાં આવે છે તે કહે છે કે
બેનેગલ અને ફિલ્મની ટીમે ગામના રહેવાસીઓને મફત પાસ આપ્યા હતા અને તેમને રાજકોટના ધર્મ સિનેમા સુધી લઈ જવા માટે બસોની પણ વ્યવસ્થા કરી હતી, જ્યાં ફિલ્મ રિલીઝ થઈ હતી.

અંબાભાઈ માટે આ ફિલ્મ શોલે (1975) જેવી બ્લોકબસ્ટર ફિલ્મ કરતાં પણ મોટી છે. તે કહે છે ક મને એ હકીકત પર ગર્વ છે કે ફિલ્મનું શૂટિંગ મારા ગામમાં થયું હતું અને અમે તેનો ભાગ હતા.

(વડોદરાથી અદિતિ રાજાના ઇનપુટ્સ સાથે)

ગુજરાતી ન્યૂઝ રાજકોટ ગુજરાત