LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, મરતા પહેલા મોબાઇલ ફોર્મેટ માર્યો

LD college student suicide : અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા મૂળ સુરતના સગીર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, મરતા પહેલા મોબાઇલ ફોર્મેટ કર્યો અને કોઇ સ્યુસાઇડ નોટ ન મળવાથી ઘૂંટાતું મોતનું રહસ્ય (ફોટો -નિર્મલ હરીન્દ્રન)

LD college student suicide : અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા મૂળ સુરતના સગીર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, મરતા પહેલા મોબાઇલ ફોર્મેટ કર્યો અને કોઇ સ્યુસાઇડ નોટ ન મળવાથી ઘૂંટાતું મોતનું રહસ્ય (ફોટો -નિર્મલ હરીન્દ્રન)

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
student commits suicide

એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી- બ્લોકમાં રૂમ નંબર 238માં રહેતા દિવ્યેશ ઘોઘારી નામના સગીર વયના વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. આજથી એન્જિનિયિરંગની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. મૃતક વિદ્યાર્થીના માતાપિતાને ઘટનાની જાણ કરવામાં આવી છે અને ગુજરાત યુનિવર્સિટી પોલિસી કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment

મૃતક વિદ્યાર્થી મૂળ સુરતનો રહેવાસી

એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરનાર વિદ્યાર્થી દિવ્યેશ ઘોઘારી મૂળ સુરતનો રહેવાસી છે. માહિતી મુજબ મૃતક વિદ્યાર્થી ટેક્સટાઇલ એન્જિનિયરિંગ શાખાનો અભ્યાસ કરતો હતો. તેણે 2 માર્ચના રોજ બપોરે પંખાના હૂકમાં કપડા સુકવવાની દોરીથી ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે.

student commits suicide
એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી (ફોટો -નિર્મલ હરીન્દ્રન)

પરીક્ષા આપવા પણ ન ગયો

આજે જીટીયુની પરીક્ષા શરૂ થઇ છે મૃતક વિદ્યાર્થીની પણ એક્ઝામ હતી. જો કે વિદ્યાર્થીએ પરીક્ષા આપવા ગયો ન હતો. બપોર બાદ જ્યારે તેનો રૂમમેટ વિદ્યાર્થી આવ્યો ત્યારે રૂમ અંદરથી બંધ હતો. રૂમમેટ વિદ્યાર્થી બાજુની બારીમાંથી જોયું તો દિવ્યેશ લટકેલી હાલતમાં દેખાતા તેણે સિક્યોરિટી ગાર્ડને જાણ કરી અને સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી.

Advertisment

મરતા પહેલા મોબાઇલ ફોર્મેટ કર્યો

ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવનાર વિદ્યાર્થીએ મરતા પહેલા તેનો મોબાઇલ ફોર્મેટ કર્યો હતો. ઉપરાંત કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.

અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત ગુજરાત પોલીસ