Surat News : સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલેન્ટાઈન ડેની ભેટ માટે સોનાના વરખથી બનેલા 151 ગુલાબનો ગુલદસ્તો તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓ તેને વ્યક્તિગત રીતે મોદી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન કાર્યાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
ગોલ્ડ ફોઇલ રોઝ બુકેટની ઊંચાઈ 3.5 ફૂટ અને પહોળાઈ 2 ફૂટ છે.
વધુ વિગતો આપતાં, BBAની ત્રીજા વર્ષની વિદ્યાર્થીની મહેક મંધાનાએ જણાવ્યું હતું કે, “અમે એક જ વર્ગના 10 વિદ્યાર્થીઓ (મિત્રો) છીએ અને અમે વેલેન્ટાઈન ડે પર PM નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું છે. અમે મદદ માટે સુરત સ્થિત જ્વેલર દીપક ચોક્સી પાસે પહોંચ્યા. ઝવેરીએ અમને ખાતરી આપી કે, તે આખો ખર્ચ ઉઠાવશે. છેલ્લા ચાર દિવસથી તમામ 10 વિદ્યાર્થીઓએ સોનાના વરખના ફૂલના ગુલદસ્તા બનાવવા માટે સખત મહેનત કરી છે.”
તેમણે ઉમેર્યું, “અમને સોમવારે ગુલદસ્તો મળ્યો અને પછી પીએમઓને એક ઈમેલ લખીને ભેટો સોંપવાની પરવાનગી માંગી. અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ અમે આશાવાદી છીએ.”
મહેકે વધુમાં ઉમેર્યું, “વેલેન્ટાઈન ડે પર, અમે અમારા નજીકના અને પ્રિયજનોને ભેટ આપીએ છીએ, જેમને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ અને આદર કરીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદી દેશના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમના પ્રત્યેનો અમારો આભાર અલગ રીતે વ્યક્ત કરવા માગતા હતા.”
આ પણ વાંચો – Amul Dairy : અમૂલ ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ ચૂંટાયા, રામસિંહ પરમારના શાસનનો અંત
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ચોક્સીએ કહ્યું, “આ વિદ્યાર્થીઓનો ઉમદા ખ્યાલ હતો, જેમણે મને કહ્યું કે, તેઓ વડાપ્રધાનને કંઈક અલગ આપવા ઈચ્છે છે. તો મને સોનાના વરખના ગુલાબના કલગીનો વિચાર આવ્યો જે લાંબા સમય સુધી સાચવી શકાય છે.