Weather forecast : આગામી ચાર દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ, રાજકોટના લોકો શેકાશે

Gujarat summer weather forecast : ગુજરાતમાં ગરમીનો પારો હજી પણ ઉચકાશે. આગામી દિવસોમાં ગરમી વધીને 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat summer weather forecast : ગુજરાતમાં ગરમીનો પારો હજી પણ ઉચકાશે. આગામી દિવસોમાં ગરમી વધીને 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
summer weather updates, gujarat summer weather

ગરમીની આગાહી

Summer weather forecast: ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે, હવે ઉનાળો પોતાનું આકરું સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો આગળ ધપી રહ્યો છે તેમ તેમ ગરમીનો પારો ઉપર જતો જાય છે. બપોરના સમયે કાળઝાર ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો હજી પણ ઉચકાશે. આગામી દિવસોમાં ગરમી વધીને 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે.

Advertisment

હવામાન વિભાગની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે 14 એપ્રિલ એટલે કે શુક્રવારના રોજ રાજ્યના વિવિધ શહેરોના તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહ્યું છે.જોકે, આગામી દિવસોમાં અમદાવાદ, રાજકો, ડિસા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઉચકાશે.

14 એપ્રિલે કેટલું છે તાપમાન

અમદાવાદ - 35 ડિગ્રી
વડોદરા - 33.2 ડિગ્રી
સુરત - 33.8 ડિગ્રી
રાજકોટ - 35.2 ડિર્ગી
ડિસા - 33.8 ડિગ્રી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી પ્રમાણે આગામી ચાર દિવસોમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે. 17-18 એપ્રિલના રોજ મહત્વમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. વડોદરામાં પણ આગામી ચાર દિવસોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે. આ ઉપરાંત સુરતની વાત કરીએ તો સુરતમાં 15-16 એપ્રિલના રોજ 39 ડિગ્રી અને 17-18 એપ્રિલના રોજ 40 ડિગ્રી ગરમીનો પારો રહેશે.

Advertisment

હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં આગામી ચાર દિવસો વધારે ભારે રહેશે. ખાસ કરીને 18 એપ્રિલના રોજ 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે. કચ્છના ભૂજની વાત કરીએ તો આગામી ચાર દિવસોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવશે. 17 એપ્રિલના રોજ 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. ઉત્તર ગુજરાતના ડીસા જ્યાં ઉનાળામાં સૌથી વધારે ગરમી પડતી હોય છે ત્યારે આગામી ચાર દિવસોમાં ડિસામાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

અમદાવાદ આજનું હવામાન અપડેટ ઉનાળો ગુજરાત રાજકોટ