Bilkis Bano Case, Supreme court: ગુજરાત રમખાણો પીડિતા બિલ્કીસ બાનો પર 11 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં આ આરોપીઓની મુક્તિ રદ કરી દીધી છે.
જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ મામલામાં બિલ્કીસ બાનોએ પોતે ગુનેગારોને આપવામાં આવેલી સજામાં માફીને પડકારતી અરજી દાખલ કરી હતી. તેમની અરજી ઉપરાંત ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અનેક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
મહિલાઓનું સન્માન મહત્વનું છે
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે પીડિતાના અધિકારો મહત્વપૂર્ણ છે અને મહિલા સન્માનની હકદાર છે. શું મહિલાઓ સામેના જઘન્ય અપરાધોમાં ઈમ્યુનિટી આપી શકાય?
કોર્ટે કહ્યું કે, “ગુજરાત એવું રાજ્ય નથી કે જ્યાં ગુનો આચરવામાં આવ્યો હોય અથવા ગુનેગારોને કેદ કરવામાં આવ્યા હોય, તેથી સજામાં માફી આપવી તે યોગ્ય સરકાર નથી, પરંતુ તે સરકાર માફી આપી શકે છે જેણે કેસ નોંધ્યો હોય અને સજા કરવામાં આવી છે.” 2008માં મુંબઈ (મહારાષ્ટ્ર)ની ટ્રાયલ કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.