સુરત : AAP કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી, 17 વર્ષિય પુત્રનું મોત, પરિવારના 6 સભ્યોનો બચાવ

સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરે આગ લાગી, 6 સભ્યો બચવામાં સફળ, જોકે 17 વર્ષિય પુત્રનું મોત થતા પરિવાર આઘાતમાં

સુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરે આગ લાગી, 6 સભ્યો બચવામાં સફળ, જોકે 17 વર્ષિય પુત્રનું મોત થતા પરિવાર આઘાતમાં

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Surat AAP councilor Jitu Kachdia house fire

સુરતના આપ કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ (ફાઈલ ફોટો)

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી ગઈ હતી. આ આગની દુર્ઘટનામાં 17 વર્ષિય પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આગની દુર્ઘટનામાં ઘરના અન્ય 6 સભ્યો બચવામાં સફળ રહ્યા.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં રહેતા આપ કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ઘરના સભ્યોએ આગના કારણે ધુમાડાના ઘોટા જોતા જ ઘરના ધાબે જઈ બાજુના ઘરે જવાનો પ્રયત્ન કર્યો, જેમાં ઘરના 6 સભ્યો કુદીને બચવામાં સફળ રહ્યા, પરંતુ ઘરમાં 17 વર્ષિય પુત્ર ફસાઈ ગયો હતો, જેનું આગના કારણે મોત નિપજ્યું છે.

સુરત આગમાં, આપ કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે, અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ગરમાંથી 17 વર્ષના પુત્ર મળી આવ્યો જેને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી પરંતુ, તે પહેલા જ તેના પ્રાણ જતા રહ્યા હતા.

મોડી રાત્રે 2 વાગે આગ લાગી

તમને જણાવી દઈએ કે, જીતુ કાછડિયા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં બે માળના બંગલોઝમાં પુરા પરિવાર સાથે રહે છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આગનીઘટના સર્જાઈ હતી. આગ લાગી ત્યારે પરિવારના સાત સભ્યો ઉપરના માળે અલગ અલગ બેડરૂમમાં સૂતા હતા ત્યારે, આગના ધુમાડાથી લોકો ઉઠી ગયા, અને ભયનો માહોલ સર્જાયો.

Advertisment

પરિવારના 6 સભ્યો જીવ બચાવવામાં સફળ રહ્યા

સૂત્રો અનુસાર, આગ લાગતા જ સભ્યોએ એક બીજાને ઉઠાવી નીચે જવાનો પ્રયત્ન કર્યો પરંતુ, નીચે જઈ શકાય તેમ ન હતું. જેથી બધા ધાબે ભાગ્યા હતા, અને ધાબેથી કુદી બાજુના ઘરે જવામાં 6 સભ્યો સફળ રહ્યા હતા. પરંતુ ઘરમાં 17 વર્ષિય પુત્ર ફસાઈ ગયો, અને તેનું મોત નિપજ્યું છે.

પુત્ર પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, બોર્ડની પરીક્ષા આપે તે પહેલા મોત

ઉલ્લેખનીય છે કે, આપ કાઉન્સિલર જીતુભાઈ કાછડિયાને બે પુત્રો છે, મોટો દીકરો ધંધો કરે છે, જ્યારે નાનો ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. આગની દુર્ઘટનામાં મોતને ભેટનાર 17 વર્ષિય પ્રિન્સ 12 ધોરણની બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ તેનું મોત થતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો.

મળતી માહિતી મુજબ, પ્રિન્સ ઘરમાં ધુમાડાના કારણે બહાર નીકળવામાં સફળ ન થઈ શક્યો, અને ફસાઈ ગયો, તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને રાત્રે જ સ્વીમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ઘર અને ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો - વડોદરા : જાંબુઆ તરસાલી વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોત, પાંચ વર્ષની બાળકી નિરાધાર બની

ફાયર વિભાગની ટીમને રાત્રે 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો, ટીમ તુરંત રવાના થઈ ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત Surat ગુજરાત