/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Air-India-Express-plane-accident-at-Surat-airport.jpg)
સુરત એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન અકસ્માત
Surat Airport Accident : સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને ગુરુવારે મોડી રાત્રે સુરત એરપોર્ટ પર એક નાનો અકસ્માત થયો હતો, જ્યારે તેની એક પાંખ, ખોદકામ બાદ મુકેલા જેસીબી જેવા એક્સેવેટર સાથે અથડાઈ હતી.
મહત્જોવની વાત એ છે કે, કોઈ ઈજાના અહેવાલ નથી, મુસાફરોના એક અલગ સમૂહને, જેઓ શારજાહ પહોંચવા માટે ફ્લાઇટમાં બેસવાના હતા, તેમને થોડા કલાકો સુધી રાહ જોવી પડી હતી, અને બાદમાં તેમને અલગ વિમાનમાં મૂકવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાંતર ટેક્સીવે પર છેલ્લા કેટલાક મહિનાઓથી ખોદ કામ ચાલી રહ્યું હતું, તેથી સ્થળ પર ખોદકામ માટેનું વાહન એક્સેવેટર તૈનાત કરવામાં આવ્યું હતુ.
ગુરુવારે રાત્રે 11.15 કલાકે, શારજાહથી 160 મુસાફરોને લઈને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સુરત એરપોર્ટના રનવે પર સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. જ્યારે પાઇલટ ફ્લાઇટને પાર્ક કરી રહ્યો હતો, ત્યારે તેની એક પાંખ સમાંતર ટેક્સીવે પર પાર્ક કરેલા એક એક્સેવેટર સાથે અથડાઈ હતી.
પાંખ ખોદકામના એક્સેવેટરની ટોચને સ્પર્શ થઈ હોવાથી, અસર ઓછી હતી અને ફ્લાઇટના ક્રૂ સભ્યોએ મુસાફરોને ચિંતા ન કરવાનું કહ્યું હતુ કારણ કે, આ એક નાનો અકસ્માત હતો.
અકસ્માતની માહિતી સુરત એરપોર્ટના સત્તાવાળાઓને આપવામાં આવ્યા બાદ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પ્લેનની તપાસ કરી હતી અને મુસાફરોની સુરક્ષા પ્રાથમિકતા આપવા નિર્મય લેવામાં આવ્યો હતો.
મુસાફરોનું એક અલગ જૂથ, જેઓને આ પ્લેનમાં શારજાહ પહોંચવા માટે આજ ફ્લાઇટમાં સવાર થવાનુ હતુ, તેમને સવારે 4 વાગ્યા સુધી રાહ જોવી પડી હતી, જ્યારે તેમને લઈ જવા માટે એક અલગ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઈટ સુરત એરપોર્ટથી લગભગ 12.15 કલાકે રવાના થવાની હતી.
સુરત એરપોર્ટના ડિરેક્ટર એસસી ભાલસેએ જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. નજીવા અકસ્માતનો ભોગ બનેલા પ્લેનને એરપોર્ટ પર પાર્ક કરીને સુરતથી શારજાહ સુધી મુસાફરોને લઈ જવા માટે બીજી ફ્લાઈટ બોલાવવામાં આવી હતી. અમે રનવે નજીક ખોદકામનું સાધન કેમ છોડી દીધું હતું, તે જાણવા માટે ઘટનાની તપાસ શરૂ કરી છે. અત્યારે કંઈપણ વધુ કહેવું મુશ્કેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us