/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Surat-BJP-Gamer-Desai-Dies.jpg)
સુરત ભાજપના કાઉન્સિલર ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી અવસાન
Surat BJP Councilor Dies of Heart Attack : સુરતના સૌથી વરિષ્ઠ ભાજપના કાઉન્સિલર, 53 વર્ષીય ગેમર દેસાઈનું સોમવારે સુરત ખાતેના તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના નિધનની માહિતી મળતા જ ભાજપના નેતાઓ અને તેમના નજીકના સંબંધીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા અને પરિવારને સાંત્વના આપી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, સુરત શહેરના પર્વત પાટિયા સ્થિત મનુસ્મૃતિ સોસાયટીમાં રહેતા ગેમર હીરાભાઈ દેસાઈ શનિવારે સવારે પોતાના ઘરે કોઈ કામ કરી રહ્યા હતા. અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને તે ખુરશી પરથી નીચે જમીન પર પડી ગયા. તેમની પત્ની અને પુત્ર તેને પરબ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
દેસાઈના સાથીદાર અને વોર્ડ નંબર 18 ના ભાજપના કાઉન્સિલર દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, “છેલ્લી ચાર ટર્મથી ગેમરભાઈ વોર્ડ નંબર 18 (લિંબાયત પર્વત પાટિયા કુંભારિયા) માંથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ વર્તમાન કાર્યકાળમાં ભાજપના સૌથી વરિષ્ઠ કાઉન્સિલર હતા અને ખૂબ જ નમ્ર અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા.
તેમણે વધુમાં કહ્યું, “આજે (શનિવાર) સવારે મને તેમના ઘરેથી તેમની ખરાબ તબિયત વિશે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, તેમને પરબ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હું હોસ્પિટલ પહોંચ્યો અને તેને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. "તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા અને મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જાહેર કર્યું."
દેસાઈના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફેલાયા બાદ તેમના મિત્રો, સંબંધીઓ અને ભાજપ પાર્ટીના નેતાઓ તેમના ઘરે પહોંચવા લાગ્યા હતા. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંઝમેરાએ પણ શોક સંદેશ પાઠવ્યો હતો.
આ પણ વાંચો - રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સુરત ડાયમંડ ટ્રેડ સેન્ટરના નવા ચેરમેન બન્યા
બાદમાં બપોરે દિનેશ રાજપુરોહિત અને ભાજપના કેટલાક નેતાઓ દેસાઈના પાર્થિવ દેહને તેમના વતન સિદ્ધપુર લઈ ગયા હતા. દેસાઈના પરિવારમાં પત્ની, ત્રણ બાળકો, બે છોકરા અને એક છોકરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us