સુરત સાયબર ક્રાઈમ : શિક્ષકોના મોર્ફ ફોટા વાયરલ કરનારો આરોપી ધોરણ 12 નો વિદ્યાર્થી જ નીકળ્યો

Surat Cyber Crime : સુરતમાં એક શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી સહિતના મોર્ફ ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયા હતા, સાયબર ટીમે તપાસ કરતા, તેજ સ્કૂલનો ધોરણ 12 નો વિદ્યાર્થી આરોપી નીકળ્યો.

Surat Cyber Crime : સુરતમાં એક શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી સહિતના મોર્ફ ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયા હતા, સાયબર ટીમે તપાસ કરતા, તેજ સ્કૂલનો ધોરણ 12 નો વિદ્યાર્થી આરોપી નીકળ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Surat Cyber Crime

સુરત સાયબર ક્રાઈમ (પ્રતિકાત્મક તસવીર)

Surat Cyber Crime : સુરત સાયબર ક્રાઈમે એક 17 વર્ષીય વિદ્યાર્થીને તેની શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓની મોર્ફ કરેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા બદલ પકડી પાડ્યો છે. બાદમાં સગીરને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો.

Advertisment

ડિંડોલી વિસ્તારની સેલ્ફ ફાયનાન્સ્ડ અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાના કેટલાક શિક્ષકો, સુપરવાઈઝર અને સ્કૂલ ટ્રસ્ટી સાથે આચાર્યના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યા હતા.

ત્યારબાદ, શાળાના સત્તાવાળાઓએ 9 જાન્યુઆરીએ સુરત સાયબર ક્રાઈમમાં એક અજાણ્યા ઈન્સ્ટાગ્રામ યુઝર વિરુદ્ધ આઈપીસીની કલમ 500 અને આઈટી એક્ટની કલમ 66-સી અને 67 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમના અધિકારીઓને બાદમાં જાણવા મળ્યું કે, ફોટા તે જ શાળાના ધોરણ 12 ના વિદ્યાર્થી દ્વારા જ ઉપયોગમાં લેવાતી ડિવાઈસમાંથી અપલોડ કરવામાં આવ્યા હતા.

Advertisment

પોલીસે વિદ્યાર્થીને શોધી પકડી લીધો હતો. બાદમાં પોલીસે વિદ્યાર્થી દ્વારા અપલોડ કરવામાં આવેલા ફોટા અને સોશિયલ મીડિયા હેન્ડલ ડીલીટ કરી દેવામાં આવ્યું હતુ.

“મોર્ફ કરેલી તસવીરો સગીર છોકરા દ્વારા 9 ડિસેમ્બર અને 20 ડિસેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવી હતી. "આરોપી વિદ્યાર્થીએ શાળાની વેબસાઈટ પરથી ફોટોગ્રાફ્સ લીધા હતા અને મોબાઈલ એપની મદદથી તેણે શાળાના આચાર્ય, સુપરવાઇઝર અને ટ્રસ્ટીઓૉ અને શિક્ષકોના ફોટોગ્રાફ્સ મોર્ફ કર્યા હતા."

આ પણ વાંચો - સુરત : ’88 લાખ રૂપિયાની લૂંટ’, પોલીસને ફરિયાદીના દાવા પર શંકા, પોલીસે જણાવ્યું કારણ

પોલીસ પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેણે માત્ર મનોરંજન માટે આ કર્યું હતું. સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર જીએમ હડિયાએ જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીના પિતાને પણ જાણ કરી છે”.

ગુજરાતી ન્યૂઝ Surat ગુજરાત