Surat Deputy Mayor Controversy, કમલ સૈયદ : સુરત શહેરમાં વરસાદ અને ગંદકીથી તબાહ થયેલા રસ્તાઓ પર ચાલવાનું ટાળવા માટે ફાયર ઓફિસરની પીઠ પર સવારી કરવા બદલ ડેપ્યુટી મેયરની જબરદસ્ત ટીકા થયા બાદ, સુરતના ડેપ્યુટી મેયર નરેશ પાટીલે સ્વીકાર્યું કે, તેમનું કાર્ય “ગંભીર ભૂલ” હતી.
ફાયર ઓફિસર તેમને તેમની કારમાં લઈ જતી તસવીર વાયરલ થયા બાદ નરેશ પાટીલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “હું એક ખાબોચિયા પાસે ઊભો હતો, તેને પાર કરવાનો વિચાર કરતો હતો. અધિકારીએ કશું બોલ્યા વગર મને ઉપાડી લીધો. હું આ ઘટના માટે ખૂબ જ દિલગીર છું.”
આ તસવીર સુરતના ગોદરા સ્થિત કેપિટલ સ્ક્વેર કોમ્પ્લેક્સનો છે, જ્યાં શનિવારે એક ગુમ થયેલ 22 વર્ષીય યુવકનો મૃતદેહ નિર્માણાધીન બિલ્ડિંગના ભોંયરામાંથી મળી આવ્યો હતો.
જ્યારે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી પણ હાજર હતા.
આ પણ વાંચો – Gujarat Monsoon 2024 | ગુજરાત ચોમાસું 2024 : રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ પડ્યો? જળાશયોની સ્થિતિ શું છે?
વાયરલ પોસ્ટમાં દેખાતા ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ આ ઘટનાને સાાન્ય ગણાવતા કહ્યું કે, મેજ કહ્યું, “ડો. નરેશ પાટીલ ખાબોચિયામાં પગ મૂકતા અચકાતા હતા અને મેં મદદ કરવાની ઓફર કરી હતી.