સુરત : વધુ એક રત્ન કલાકારે કર્યો આપઘાત, યુનિયને જણાવ્યું - '15 મહિનામાં 63 મોત ને ભેટ્યા'

Surat Diamond Polisher Suicide : સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદી રત્ન કલાકારો ના આપઘાત પાછળનું કારણ માનવામાં આવી રહ્યા છે. યુનિયન પ્રમુખે કહ્યું આર્થિક તંગીના કારણે ડાયમંડ પોલીસર્શ મુશ્કેલીમાં.

Surat Diamond Polisher Suicide : સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદી રત્ન કલાકારો ના આપઘાત પાછળનું કારણ માનવામાં આવી રહ્યા છે. યુનિયન પ્રમુખે કહ્યું આર્થિક તંગીના કારણે ડાયમંડ પોલીસર્શ મુશ્કેલીમાં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Surat Diamond Polisher Suicide

સુરતમાં રત્નકલાકાર આપઘાત કેસ (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)

Surat Diamond Polisher Suicide : ગુજરાતના સુરતમાં એક પછી એક રત્ન કલાકારનો આપઘાત ચિંતાનો વિષય બન્યો છે ત્યારે બુધવારે રાત્રે વધુ એક 21 વર્ષીય હીરા પોલિશરે આર્થિક સમસ્યાઓના કારણે તેના ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં છેલ્લા 15 મહિનામાં આ 63 મું મોત છે અને તેના માટે હીરા ઉદ્યોગમાં મંદી જવાબદાર છે, એવો ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતનો આક્ષેપ છે.

Advertisment

આ ઘટના સુરતના પુનાગામ વિસ્તારમાં બની છે. પોલીસે મૃતકની ઓળખ સાગર મકવાણા તરીકે કરી હતી અને જણાવ્યું હતું કે, તે તેના મોટા ભાઈ કલ્પેશ મકવાણા અને તેના પરિવાર સાથે કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો હતો.

ગુરુવારે સવારે જાગતા જ કલ્પેશે સાગરની લાશ જોઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સાગરના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

કલ્પેશે પોલીસને જણાવ્યું કે, પરિવાર અમરેલીનો છે અને સાગર અપરિણીત છે. પોલીસને ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

Advertisment

પીડિતની સુસાઈડ નોટ મળી

પુનાગામ પોલીસ ઇન્સ્પેક્ટર એમસી નાયકે જણાવ્યું હતું કે, “મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેને રફ હીરા કાપવા અને પોલિશ કરવા માટે પૂરતું કામ મળતું ન હતું, જેના કારણે તે ઓછો પગાર મળતો હતો અને તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. પોલીસે કહ્યું કે, અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે ક્યાં કામ કરતો હતો, તેનો પગાર કેટલો હતો અને શું તેણે ક્યાંય લોન કે ઉછીના પૈસા લીધા હતા કે નહીં.

15 મહિનામાં 62 રત્નકલાકારો આર્થિક તંગીના કારણે જીવન ટુંકાવ્યું

સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ડાયમંડ પોલિશર્સનું જીવન પ્રભાવિત થયું છે. "25,000 ડાયમંડ પોલિશર્સ સુરતમાં મંદીથી પ્રભાવિત છે. છેલ્લા 15 મહિનામાં, 62 ડાયમંડ પોલિશર્સે બેરોજગારી અથવા ઓછા કામને કારણે, અને ઓછા વેતનને કારણે આત્મહત્યા કરી છે."

આ પણ વાંચો - ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 19 બાળકોના શંકાસ્પદ મોત, સેન્ડ ફ્લાય મચ્છર ક્યાં જન્મે છે? શું સાવચેતી રાખવી? જોઈએ બધુ જ

ટાંકે વધુમાં જણાવ્યું હતું કે "રત્નકલાકારો ઓછા પગારના કારણે લોન ચૂકવી શકતા નથી, લોકો અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પૈસા ચૂકવી શકતા નથી, ઘરનું ભાડું પણ ચૂકવી શકતા નથી અથવા તેમના બાળકોનું શિક્ષણ પૂરું કરી શકતા નથી. અમે હીરા પોલિશ કરનારાઓને આત્મહત્યા કરતા અટકાવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે." તેમણે જણાવ્યું હતું કે, આજ સુધીમાં, અમને 500 થી વધુ કોલ્સ આવ્યા છે." ટાંકે કહ્યું કે, તે મકવાણા પરિવારને મળશે અને તેમને મદદ કરવાનો પ્રયાસ કરશે.

ગુજરાતી ન્યૂઝ Surat ગુજરાત