Surat Dog Attack Death of Newborn baby : સુરતના મહુવામાં બુધવારે એક નવજાત બાળકીને રખડતા કૂતરાઓ દ્વારા મારી નાખવાની ઘટના સામે આવતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મહુવા પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ ઉમરા ગામની સીમમાં સ્થાનિક રહીશ સંજય પટેલને જોવા મળ્યો હતો. “તે બાજુના ગામમાં સુમુલ ડેરીના કલેક્શન સેન્ટરમાં દૂધ પહોંચાડવા જઈ રહ્યા હતા ત્યારે, તેમણે જોયું કે, કેટલાક રખડતા કૂતરાઓ કંઈક ખાઈ રહ્યા હતા. આ સ્થળ પરથી દુર્ગંધ ફેલાઈ રહી હતી, જ્યારે પટેલે કૂતરાઓને વિખેરી નાખ્યા, ત્યારે તેમને એક શિશુનો મૃતદેહ જોવા મળ્યો.”
જેના પગલે પટેલે ઉમરા ગામના સરપંચ અજય પટેલને જાણ કરી હતી. બાદમાં મહુવા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, “ડોક્ટરોએ જણાવ્યું હતું કે, શિશુનું મૃત્યુ તેના શરીરના જુદા જુદા ભાગો પર કૂતરા દ્વારા કરડવાથી થયું હતું. તેણીના અંગો અને પગ ફાટી ગયા હતા.”
આ પણ વાંચો – Rajkot Crime News: રાજકોટમાં વ્યાજની બબાલમાં હુમલો, યુવાનનું મોત મહિલા સહિત બે ઘાયલ
મહુવાના પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ પટેલે જણાવ્યું હતું કે, “ડોક્ટરોએ કહ્યું કે નવજાત શિશુ બાળકી છે. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, ગામમાં તાજેતરમાં કોણ માતા-પિતા બન્યું છે. અમે પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોના રેકોર્ડ પણ ચકાસી રહ્યા છીએ. આગળ, અમે ઉમરાના પડોશી ગામોમાં પણ નવા માતા-પિતાની તપાસ કરી રહ્યા છીએ.”
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 318 (મૃતદેહના ગુપ્ત નિકાલ દ્વારા જન્મ છુપાવવા) હેઠળ કેસ નોંધ્યો છે.