Surat: ડાયમંડ સિટી સુરતમાં બનશે દુબઇ અને ચીન જેવું ભારત બજાર, હીરા કાપડ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

Surat Dream City Project Bharat Bazar: સુરતમાં ડ્રિમ સિટી પ્રોજેક્ટ હેઠળ ભારત બજાર સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. ભારત બજારમાં દુબઇ અને ચીનાની તર્જ પર હોલસેલ બજાર ઉભું કરવાનો પ્રસ્તાવ છે.

Written by Ajay Saroya
Updated : December 04, 2024 17:59 IST
Surat: ડાયમંડ સિટી સુરતમાં બનશે દુબઇ અને ચીન જેવું ભારત બજાર, હીરા કાપડ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
Surat Dream City Project Bharat Bazar: સુરતમાં ડ્રિમ સિટી પ્રોજેક્ટ હેઠળ ભારત બજાર સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. (Photo: Social Media)

Surat Dream City Project Bharat Bazar: ડાયમંડ સિટી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત સુરતમાં હવે ભારત બજાર સ્થાપવાની વિચારણા ચાલી રહી છે. દુબઇ અને ચીનના હોલસેલ માર્કેટની તર્જ પર સુરતમાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ડ્રીમ સિટી હેઠળ ભારત બજાર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત બજાર પ્રોજેક્ટ હેઠળ સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સાથે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

દુબઇ ચીન જેવું સુરતમાં બનશે ભારત બજાર

સુરત શહેર વિકાસ પ્રોજેક્ટ ડ્રીમ સિટી હેઠળ દુબઇ અને ચીનના હોલસેલ માર્કેટ જેવું ભારત બજાર સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમા B2B (બાયર ટુ બાયર અને B2C (બાયર ટુ કસ્ટમર) બંને બિઝનેસ હશે. દુભઇના B2C બિઝનેસ મોડલમાં હોલસેલ વેપારીઓ પાસેથી ગ્રાહકો સીધો માલ ખરીદી છે જ્યારે ચીનના B2B માર્કેટમાં હોલસેલ વેપારીઓ માટેથી વિતરકો માલસામાન ખરીદે છે. સુરતમાં વિચારાધીન ભારત બજારમાં B2B અને B2C બંને બિઝનેસ મોડલનું સંમિશ્રણ કરી ખાસ બજાર ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ડાયમંડ, ટેક્સટાઇલ અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે

સુરતમાં ભારત બજાર સ્થાપવાથી હીરા, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને વિકાસ પામશે. ઉપરાંત લક્ઝુરિયસ આઇટમ સાથે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્થાનિક હસ્તકલા અને કારીગીરને પ્રોત્સાહન આપવાાં આવશે.

સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 500 હેક્ટર જમીન મળશે

સુરતમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે 500 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવશે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને વિવિધ સુવિધા ઉભી થશે. તમને જણાવી દઇયે કે, સુરતમાં ડાયમંડ બુર્સ 14 હેક્ટર વિસ્તારમાં ડેવલપ કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ