Surat mass suicide : સુરતમાં ચકચારી ઘટના, પરિવારની સામૂહિક આત્મહત્યા, સાત લોકોના મોત

Surat Crime News, Mass Suicide, Family killed : મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

Surat Crime News, Mass Suicide, Family killed : મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
crime news | police news | Google news

પ્રતિકાત્મક તસવીર

Surat Crime News, Mass Suicide, Family killed : સુરતમાં શનિવારના દિવસે ચકચારી ઘટના બની હતી. અહીં એક જ પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. ઝેરી દવા પીવાથી પરિવારના સાત લોકોના મોત થયા હતા. સામૂહિક આત્મહત્યાની ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટાનામાં પતિ-પત્ની, માતા-પિતા, એક બાળક અને બે બાળકીઓના મોતથી સોલંકી પરિવારનો માળો વિખેરાયો હતો. ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળી કાર્યવાહી હાથધરી હતી.

Advertisment

કમકમાટી ભરી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી-2માં સોલંકી પરિવાર રહેતો હતો. મનિષ સોલંકી ફર્નિચરનો વ્યવસાય ધરાવતા હતા. જોકે મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. એક જ પરિવારના સાત લોકોના આપઘાતના સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા છે.

આ પણ વાંચોઃ-Mamlatdar Transfer – DY Mamlatdar Promotion : ગુજરાત રેવન્યુ વિભાગમાં મોટા પાયે ફેરફાર, 55 મામલતદારની બદલી, તો 162 નાયબ મામલતદારને પ્રમોશન

Advertisment

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચોઃ-રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર થાઓ…, ઉત્તર પ્રદેશના રાજ્યપાલને કોર્ટે સમન્સ મોકલતા રાજભવનમાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો

લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં.

બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ Surat ગુજરાત