રશિયા-યુક્રેન બોર્ડર પર સુરતના યુવકની હત્યા: હેમિલના પિતાએ રશિયા જવા વિઝા માંગ્યા

રશિયા યુક્રેન બોર્ડર પર સુરતના યુવક હેમિલ માંગુકિયાની હત્યા મામલે તેના પિતા અને પરિવારે જણાવી પુરી કહાની, તે કેવી રીતે રશિયા પહોંચ્યો, અને ક્યારે તેના મોતના સમાચાર આવ્યા.

Written by Kiran Mehta
March 02, 2024 19:29 IST
રશિયા-યુક્રેન બોર્ડર પર સુરતના યુવકની હત્યા: હેમિલના પિતાએ રશિયા જવા વિઝા માંગ્યા
સુરત યુવતની રશિયા યુક્રેન બોર્ડર પર હત્યા કેસ

કમલ સૈયદ : રશિયા યુક્રેન બોર્ડર પર સુરતના યુવકની હત્યા મામલે માંગુકિયાએ 23 વર્ષીય હેમિલ માંગુકિયા માટે 26 ફેબ્રુઆરીએ બેસણા (શોક) વિધિ યોજી હતી, રશિયન-યુક્રેન સરહદ પર મિસાઈલ હુમલામાં માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યાના લગભગ પાંચ દિવસ પછી, પરિવાર માથે અભા ફાટ્યું હોય તેવું દુખ છે કારણ કે, તેઓએ હજુ સુધી તેના અવશેષો પણ જોયા નથી.

હેમિલના પિતાએ રશિયા જવા વિઝા માંગ્યા

હેમિલના પિતા અશ્વિને હવે તેમના પુત્રના મૃતદેહને વતન લાવવા માટે તેમના ભત્રીજા અને મિત્ર સાથે રશિયા જવા માટે પ્રવાસી વિઝા માટે અરજી કરી છે. રશિયન સશસ્ત્ર દળો પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા દરમિયાન 21 ફેબ્રુઆરીએ ડોનેટ્સકમાં હેમિલનું કથિત રીતે મૃત્યુ થયું હતું. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સૈન્ય એકમો સાથે સેવા આપવા માટે કથિત રીતે છેતરીને લઈ જવામાં આવ્યા હતા, તેવા કેટલાક ભારતીયોમાં તે પણ હતો.

અશ્વિનના ભાઈઓ અશોક અને અતુલ તેમજ બહેન, ભાવનગર જિલ્લાના પાલડી ગામમાંથી પરિવાર સાથે સુરત આવ્યા છે અને બાર-તેર દિવસની ધાર્મિક વિધિનો ભાગ બનશે. તેમના ઘરની બહાર બેસીને અશ્વિને કહ્યું, “મેં, મારા મિત્ર સુરેશભાઈ અને મારા ભત્રીજા જતીન માંગુકિયા સાથે મળીને હેમિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે રશિયાના વિઝા મેળવવા માટે દસ્તાવેજો સબમિટ કર્યા છે. જતીન અંગ્રેજી જાણે છે, જે અમારા માટે મદદરૂપ થશે.”

“મોસ્કોમાં ઉતર્યા પછી, અમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીશું અને તેમના દ્વારા, અમે રશિયન આર્મીનો સંપર્ક કરીશું અને જાણીશું કે, હેમિલનો મૃતદેહ ક્યાં છે. અમે તમામ ઔપચારિકતાઓ અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીશું. અમે નિયમિત ઈમેલ અને ફોન કોલ્સ દ્વારા ભારતીય દૂતાવાસના કેટલાક લોકોના સંપર્કમાં છીએ.

23 ફેબ્રુઆરીએ હેમિલના મૃત્યુંની જાણ થઈ

પિતાને એવી પણ આશા હતી કે, રશિયન એમ્બેસી હેમિલનો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો પગાર ભારતીય બેંકમાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરશે. હેમિલે તેના પરિવાર સાથે છેલ્લીવાર 21 ફેબ્રુઆરીએ વાત કરી હતી, તેની હત્યા થયાના એક દિવસ પહેલા. પરિવારને 23 ફેબ્રુઆરીએ તેમના મૃત્યુની જાણ થઈ જ્યારે હૈદરાબાદના રહેવાસી ઈમરાન, જેનો ભાઈ હેમિલ સાથે હતો, તેણે તેમને ફોન કર્યો.

હેમિલ સુરતમાં તેના ઘરની નજીક કાપડના માલની નાની દુકાન ચલાવતો હતો, જ્યારે તે ‘બાબા બ્લોગર’ના યુટ્યુબ વીડિયો દ્વારા રશિયામાં નોકરીની ઓફર કરતા એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. પરિવારે રશિયામાં નોકરી માટે એજન્ટોને રૂ.3 લાખ પણ ચૂકવ્યા હતા.

અશ્વિને કહ્યું કે, તેણે મુંબઈમાં એજન્ટોના બેંક ખાતામાં રૂ. 1.5 લાખ ટ્રાન્સફર કર્યા છે. બાકીની રકમ 14 ડિસેમ્બરે (ગયા વર્ષે) મુંબઈમાં એજન્ટો (પૂજા અને સુફિયાન તરીકે ઓળખાય છે) ને રોકડમાં ચૂકવવામાં આવી હતી, જે દિવસે હેમિલને રશિયા જવા માટે એજન્ટો સાથે મુંબઈ મુકવા ગયા હતા.

મુંબઈથી ચેન્નાઈ અને ત્યાંથી મોસ્કો લઈ જવાયા હતા

અશ્વિને જણાવ્યું હતું કે, હેમિલ ઉપરાંત, સાત અન્ય “નોકરી ઈચ્છુકો”ને 16 ડિસેમ્બર, 2023ના રોજ મુંબઈથી ચેન્નાઈ અને પછી મોસ્કો લઈ જવામાં આવ્યા હતા. એજન્ટોએ તેમને એરપોર્ટ પરથી રિસીવ કર્યો અને બે દિવસ માટે હોટલમાં રાખ્યો. બાદમાં, દરેક જણ રશિયન-યુક્રેન સરહદ નજીક આર્મી કેમ્પમાં ગયા. “જ્યારે અમને ખબર પડી કે હેમિલને રશિયન સેનાની મદદ કરવા માટે રશિયન-યુક્રેન સરહદ પરના યુદ્ધ ઝોનમાં મોકલવામાં આવ્યો છે, ત્યારે અમે ચિંતિત થઈ ગયા. અમે તેને ભારત પરત લાવવા માટે મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.” અશ્વિને કહ્યું, તેણે મોસ્કોમાં ભારતીય દૂતાવાસને તેના નાના પુત્ર રોમિન દ્વારા લખેલા ઈમેલ પણ બતાવ્યા – જે હાલમાં લંડનમાં સાયબર સિક્યોરિટીમાં સ્નાતકની ડિગ્રી લઈ રહ્યો છે – હેમિલને શોધીને તેને ભારત પરત લાવવાની માંગણી કરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસે અમારા મેઈલ પર સમયસર કાર્યવાહી કરી હોત તો હેમિલ જીવીત હોત

9 ફેબ્રુઆરીએ લખાયેલ આવા જ એક ઈમેલમાં લખ્યું હતું કે, “હું હેમિલ માંગુકિયાનો ભાઈ છું, મારો ભાઈ અત્યારે રશિયામાં છે. તે ત્યાં કામ માટે આવ્યો હતો, પરંતુ હવે તે રશિયન સૈન્યમાં છે, કારણ કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. હાલમાં તે ખૂબ જ ખતરનાક ઝોનમાં છે. હું તમને તેને શોધીને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવા વિનંતી કરું છું.” રોમિને હેમિલના વિઝા દસ્તાવેજો અને તેના પાસપોર્ટની નકલ એમ્બેસીને પણ મોકલ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. અશ્વિને કહ્યું, “જો ભારતીય દૂતાવાસે અમારા પુનરાવર્તિત મેલ પર સમયસર કાર્યવાહી કરી હોત અને રશિયન સરકાર સાથે સંકલન કર્યું હોત, તો હેમિલ આજે જીવિત હોત.”

હેમિલ કેવી રીતે રશિયન આર્મીમાં જોડાયો

તેણે વધુમાં ઉમેર્યું, “હેમિલ પાસે 28 દિવસનો રશિયન વિઝા હતો અને તેણે રશિયન સૈન્ય સાથે એક વર્ષ માટે સેવા આપવાનો કરાર કર્યો હતો. સેનાએ તેને બાંહેધરી આપી હતી કે, તેના વિઝા લંબાવવામાં આવશે. દસ્તાવેજ રશિયનમાં લખાયેલો હતો, જે મારો પુત્ર વાંચી શકવામાં અસમર્થ હતો.

હેમિલ 24 ડિસેમ્બરે રશિયન આર્મીમાં જોડાયો હોવાનું કહેતાં અશ્વિને કહ્યું: “તેના જૂથમાં 24 યુવાનો હતા – 22 રશિયન, હેમિલ અને એક નેપાળી. તેમનું કામ દિવસમાં થોડા કલાકો માટે બંકરો ખોદવાનું હતું અને બાદમાં રશિયન દળોના કબજામાં આવેલ યુક્રેનનો વિસ્તાર યુદ્ધ ક્ષેત્રના સૈનિકોને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનું હતું. તેઓને મશીનગન અને અન્ય દારૂગોળાના ઉપયોગની પણ તાલીમ આપવામાં આવી હતી. હેમિલે આર્મી બેઝ કેમ્પમાં એક મહિનાની તાલીમ પૂરી કરી હતી.

આ પણ વાંચો –

તેમણે કહ્યું, “અમને તેના વિશે ચિંતા હતી, જો તે રોકાયો હોત, તો તેઓએ તેને યુક્રેન સામે લડવા માટે ભરતી કરી દીધો હોત, જેનાથી તેનું જીવન જોખમમાં મૂકાઈ જાત… અમે તેને ઘરે પાછા ફરવા માટે કહી રહ્યા હતા. પરંતુ, હેમિલને તેના ઉપરી અધિકારીઓ પાસેથી પરવાનગી મળી રહી ન હતી.”

અશ્વિને કહ્યું કે, તેઓ હવે વિઝા જાહેર થવાની અને ભારતીય દૂતાવાસના જવાબની રાહ જોઈ રહ્યા છે, જે હેમિલના મૃતદેહને રિકવર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ