સુરત: મુસ્લિમ શખ્સે હિંદુ નામે નકલી આધાર કાર્ડ બનાવ્યું, VHP નેતાની ફરિયાદ બાદ પોલીસ ધરપકડ

Fake Aadhaar card case in Surat: સુરત પોલીસે આઇપીસીની કલમ 419, 465 અને 468 હેઠળ ગુનો નોંધી નકલી આધાર કાર્ડ બનાવનાર શખ્સની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી

Fake Aadhaar card case in Surat: સુરત પોલીસે આઇપીસીની કલમ 419, 465 અને 468 હેઠળ ગુનો નોંધી નકલી આધાર કાર્ડ બનાવનાર શખ્સની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
aadhaar card

આધાર કાર્ડ (ફાઇલ ફોટો)

Fake Aadhaar card police complaint in Surat: ગુજરાતમાં બોગસ આધાર કાર્ડ બનાવવાો એક ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના સુરતમાં એક બજારમાં કાપડ વેચતા 27 વર્ષીય મુસ્લિમ યુવકની શનિવારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેણે નકલી આધાર કાર્ડમાં હિન્દુ નામનો ઉપયોગ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક સભ્યએ ફરિયાદ નોંધાવી છે.

Advertisment

મજુરી છોડી મહિલાઓના કપડાની દુકાન ચાલી રહ્યો હતો આરોપી

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પુનાગામના ઈન્સ્પેક્ટર એમસી નાયકે કહ્યું, “આરોપી છેલ્લા નવ વર્ષથી સુરતમાં રહેતો હતો અને અપરિણીત છે. તે અગાઉ કાપડ બજાર વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તે અવધ માર્કેટમાં રૂહી ફેશન નામે મહિલાઓ માટેના કપડાઓની દુકાન ચલાવતો હતો. ભાડા કરારના દસ્તાવેજમાં તેણે પોતાનું નામ ઓઝૈર આલમ લખાવ્યુ હતુ. જ્યારે નકલી આધાર કાર્ડમાં તેણે પોતાનું નામ અર્જુનસિંહ ભંવરસિંહ લખાવ્યું હતુ.

આધાર કાર્ડનો ક્યા-ક્યા ઉપયોગ કર્યો - પોલીસની પૂછપરછ

નાયકે કહ્યું, “છેલ્લા નવ વર્ષથી સ્થાનિક લોકો જેઓ તેના નામનું ઉચ્ચારણ કરતા હતા તેઓ તેને અર્જુન કહેતા હતા. દેખીતી રીતે જ આનાથી તેને નામ બદલવાની પ્રેરણા મળી. આશરે દોઢ મહિના પહેલા તેણે દુકાનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને નકલી રીતે આધાર કાર્ડ પર પોતાનું નામ લખાવ્યું હતું. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેણે આધાર કાર્ડનો ક્યા ક્યા ઉપયોગ કર્યો અને કેમ. અમે તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે અને તમામ કડીઓ મેળવવા તેની તપાસ કરી રહ્યા છીએ. વધુ વિગતો મેળવવા માટે અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ.”

હિંદુ વિસ્તારમાં દુકાન ચલાવવા કે અન્ય કોઇ ઉદ્દેશ્ય માટે નકલી નામ-સરનામું બદલ્યું

Advertisment

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરતના પુનાગામ સ્થિત અવધ માર્કેટ હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં આવેલું છે. શુક્રવારે રાત્રે સુરતના પાંડેસરિયા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી. તેઓ વીએચપીના સભ્ય પણ છે. ચૌધરીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ઓઝૈર આલમે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 419 (છેતરપિંડી માટે સજા), 465 (કૌભાંડ માટે સજા), 468 (છેતરપિંડી કરવાના હેતુસર છળકપટ) હેઠળ ગુનો નોંધ્યો હતો.

નામની સાથે સરનામું પણ બદલ્યું

નરેન્દ્ર ચૌધરીની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા એમસી નાયક તેમની ટીમ સાથે દુકાને પહોંચ્યા હતા. ઓઝૈર આલમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેનું મૂળ નામ ઓજૈર આલમ હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં તે બિહારના પશ્ચિમ ચાંપાનેર જિલ્લાનો વતની છે. જ્યારે તેણે નકલી આધાર કાર્ડમાં પોતાને રાજસ્થાનનો રહેવાસી ગણાવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ઓજૈર આલમના કારનામાથી તમામ સ્થાનિક લોકો અચંબામાં પડી ગયા હતા.

આધાર કાર્ડ ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ Surat ગુજરાત