/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-1-2026-01-06-15-13-59.jpg)
સુરતની ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમે સાત વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને પકડવામાં મોટી સફળતા મેળવી
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-2026-01-06-15-14-00.jpg)
Surat Police : પોલીસ ધારે તો આરોપીને ગમે ત્યાથી ધરપકડ કરી શકે છે. આરોપી ગમે તેવો ચાલાક હોય પણ પોલીસની નજરથી બચી શકતો નથી. આવી જ રીતે સુરતની ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમે સાત વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને પકડવામાં મોટી સફળતા મેળવી છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-4-2026-01-06-15-14-00.jpg)
2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાકા જિલ્લાના હનુમત્તા ગામેથી દબોચી લીધો હતો. પોલીસની પકડથી બચવા માટે આરોપી છેલ્લા 7 વર્ષથી તેના વતનના અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને ખેતમજૂરી કરતો હતો, જેને પકડવા માટે સુરત પોલીસે 'મણીયારા' એટલે કટલેરી વેચનારનો વેશ ધારણ કરવો પડ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-1-2026-01-06-15-13-59.jpg)
ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરી દ્વારા ટીમ બનાવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સપેક્ટર વિજયસિંહ ડોડીયા, એ.એસ.આઇ ઇન્દ્રજીત સિંહ, એ.એસ.આઇ નીરવકુમાર, અ.હે.કો. મહીવીર સિંહ અને અ.પો.કો.કિશનકુમારે ટીમ વર્કથી પ્રશાંસનીય કામગીરી કરી હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-2-2026-01-06-15-13-59.jpg)
પીએસઆઈ વિજય સિંહ ડોડીયાની આગેવાનીમાં પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આરોપીનું ગામ હનુમત્તા ખૂબ જ અંતરિયાળ અને પોલીસ તરીકે ઓળખ ના થાય તે માટે અલગ વેશ ધારણ કરવો જરુરી હતો. આથી તમામે મણીયારા (કટલેરી વેચવાવાળા)વેશ ધારણ કરી લારી જેવી સ્ટ્ટેન્ડવાળી બાઇક ઉપર કટલેરી વેચાણ કરવા માટે હનુમત્તા ગામ ગયા હતા અને કટલેરી વેચવાની ફેરી કરી હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-3-2026-01-06-15-14-00.jpg)
ગામમાં કટલેરી વેચતા-વેચતા પોલીસે બધાને વાત કરી કે રાજકિશોર તેમની સાથે સુરત ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતો હતો અને તેઓ તેને મળવા આવ્યા છે. ત્યારબાદ ખબર પડી કે આરોપી રાજકિશોર નજીકના એક ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો છે. પોલીસે તરત જ તે ખેતરમાં જઈ આરોપીને ઘેરી લીધો હતો અને તેની અટકાયત કરી સુરત લઈ આવી હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-police-5-2026-01-06-15-14-00.jpg)
શું હતી ઘટના : 27 જુલાઈ 2018ના રોજ પંડોળ રામેશ્વર ઇન્ડસ્ટ્રિયલ પાસે ભંગારની દુકાન ચલાવતા વેપારી પર બીપીન મિયાત્રા અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ગુનામાં વપરાયેલ હથિયાર રાજકિશોર પંડિતે આપ્યું હતું. જોકે રાજકિશોર પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો અને બિહારમાં પોતાના વતનમાં જઈને નામ છુપાવી રહેવા લાગ્યો હતો. જોકે સાત વર્ષ પછી સુરત પોલીસે સચોટ બાતમી અને વેશપલટો કરી આરોપીની બિહારથી ધરપકડ કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us