Diwali Holiday Special Train : સુરત રેલ્વે સ્ટેશન પર ગયા અઠવાડિયે થયેલી નાસભાગને પગલે, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝને વડોદરા જંકશન અને છાયાપુરી રેલ્વે સ્ટેશનો પર વિશેષ રજાઓમાં મુસાફરી કરતા મુસાફરોને મેનેજ કરવા માટે વધારાની રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા તૈનાત કરી છે.
વડોદરા જંકશન અને સેટેલાઇટ છાયાપુરી રેલ્વે સ્ટેશન – બે સ્ટેશનો પર કડક તકેદારી રાખવા માટે વધારાના અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેલ્વેએ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સરકારી રેલ્વે પોલીસના કર્મચારીઓને પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો તેમજ આ સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના દરેક કોચના દરવાજા પર પણ તૈનાત કર્યા છે.
પશ્ચિમ રેલવે તરફથી ગુરુવારે એક રિલીઝમાં જણાવાયું હતું કે, “ટ્રેન દ્વારા મુસાફરી કરતા મુસાફરોને પ્રસ્થાનના સમય કરતાં વહેલા સ્ટેશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્ટેશનો પર કોઈ ભીડને ટાળવા માટે મુસાફરોને ટ્રેન વિશે જરૂરી માહિતી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અને સંદેશાવ્યવહારના અન્ય માધ્યમોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”
આ પણ વાંચો – ગાંધીનગર : રાંધેજા-પેથાપુર રોડ પર કાર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈનો એક સાથે મોતથી આક્રંદ
અમદાવાદ અને વડોદરાની સ્પેશિયલ હોલિડે ટ્રેનોના સ્થળોમાં હરિદ્વાર, કરિહાર, ગોરખપુર, સમસ્તીપુર, દરભંગા અને બરૌનીનો સમાવેશ થાય છે.





