Surat, Rajkot, Bhavnagar Mahanagar palika new mayor : અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરત અને રાજકોટ મહાનગર પાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ પદ માટેના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતમાં પુરૂષ મેયર તો રાજકોટને નવા મહિલા મેયર મળ્યા છે. તમને જણાવી દઈએ કે, આઠ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પુરી થઈ છે. તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા હમણાં જ જાહેરાત કરવામાં આવી છે કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નો રિપીટ પોલીસી અંતર્ગત નામોની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
સુરત મહાનગરપાલિકાના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીના નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલના નામની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય શાસક પક્ષના નેતા તરીકે શશીકલા ત્રિપાટી, તો દંડક તરીકે ધર્મેશ વામિયાવાલાના નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
સુરતની સાથે રાજકોટ મહાનગર પાલિકામાં પણ ઉચ્ચ હોદ્દાના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નયનાબેન પેઢડિયા રાજકોટના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ
ભાવનગર મહાનગરપાલિકા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમા નવા મેયર તરીકે ભરત બારડ, ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયાના નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કિશોર ગુરૂમુખાણી શાસક પક્ષના નેતા અને દંડક તરીકે ઉષાબેન બધેકાના નામની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ
આ બાજુ જામનગર મહાનગરપાલિકા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની પસંદગી કરી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા નવા મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નલેષ કગથરા બનાવવામાં આવ્યા છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે આશિષ જોશી અને દંડક તરીકે કેતન નાખવાની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાત : અમદાવાદ, વડોદરા મહાનગર પાલિકાના નવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક
અમદાવાદ – વડોદરા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈકાલે અમદાવાદ અને વડોદારાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ પદ માટેના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં નવા મેયર તરીકે પ્રતિભા જૈન ના નામની પસંદગી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ દાણી (દેવાંગ દાદા) ની પસંદગી કરવામાં આવી છે. તો વડોદરાના નવા મેયર તરીકે પિન્કી સોનીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ડો. શિત્તલ મિસ્ત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.





