સુરત : સ્પા સેન્ટરના સંચાલકે પગાર માંગવા આવેલી મહિલા કર્મચારીને માર માર્યો, VIDEO વાયરલ

Surat spa fight video viral : સુરતના પાલ (Pal) વિસ્તારમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને પગાર બાબતે માર માર્યો (beat up female employee), જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે (Police) સ્પા સંચાલક પિયુષ ગાંધીની અટકાયત કરી.

Surat spa fight video viral : સુરતના પાલ (Pal) વિસ્તારમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને પગાર બાબતે માર માર્યો (beat up female employee), જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે (Police) સ્પા સંચાલક પિયુષ ગાંધીની અટકાયત કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Surat spa fight video viral

સુરત સ્પા માલિકે મહિલા કર્મચારીને માર માર્યો - વીડિયો વાયરલ (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)

Surat Spa Fight Video Viral : સુરતમાં સ્પા સેન્ટરના સંચાલક દ્વારા મહિલા કર્મચારીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મહિલા કર્મચારી પગાર માંગવા આવી ત્યારે સંચાલકે તેને પગાર આપવાની ના પાડી અને તેની પર હાથ ઉપાડ્યો હોવાની ફરિયાદ સુરતમાં નોંધવામાં આવી છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલ વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં મહિલા કર્મચારી કામ કરતી હતી, પરંતુ તેણે કામ છોડી દીધા બાદ સ્પા સેન્ટરના માલિક પાસે તેનો બાકી નીકળતો પગાર માંગવા ગઈ હતી, આ સમયે મહિલા અને સ્પા સંચાલક વચ્ચે બોલાચાલી થઈ તે સમયે મહિલા પર હાથ ઉગામ્યો, જેનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સ્પા સંચાલક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતના પાલ વિસ્તારમાં ભાગ્યરત્ન શોપિગ સેન્ટરમાં ચાલતા પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં બે દિવસ પહેલા એક મહિલા કર્મચારી તેના બાકીનો પગાર લેવા ગઈ હતી, આ સમયે સ્પા સંચાલક પિયુષ ગાંધી સાથે તેને બોલાચાલી થઈ, જેમાં મહિલાને લાફો ઝીંકવામાં આવ્યો, આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, પોલીસે મહિલા કર્મચારીની ફરિયાદ નોંધી પિયુષ ગાંધીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરત પોલીસ અનુસાર, મહિલા પહેલા આ સ્પા સેન્ટરમાં કામ કરતી હતી, તેને પગારની રકમ કઈક લેવાની બાકી હતી, પરંતુ સ્પા સંચાલક પિયુષ ગાંધીએ તેને આપવાની ના પાડી દીધી, અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો, હાલમાં મહિલાની ફરિયાદના પગલે પિયુષ ગાંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisment

આ પણ વાંચો - અમદાવાદ : સિંધુ ભવન રોડ પર સ્પા માલિકે યુવતીને ઢસડી-ઢસડી માર્યો ઢોર માર, લોકોમાં રોષ – VIDEO વાયરલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા એક સ્પા સેન્ટરના માલિકે વહેલી સવારે એક મહિલા કર્મચારીને ઢોર માર માર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો.ત્યારબાદ પોલીસે મહિલા કર્મચારીને ફરિયાદ માટે સમજાવી તેને વિશ્વાસમાં લઈ તેની ફરિયાદ લઈ સ્પા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ Surat ગુજરાત