સુરતમાં 2 કિશોર ગુમ મામલો: 'પૈસાદાર થવા ઘર છોડ્યું, શું કરવું ખબર ના પડી, મુંબઈ જઈ બે દિવસમાં પરત ફર્યા'

સુરતમાં બે કિશોર ગુમ થવાના મામલે પોલીસે યુવકોને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપ્યા છે. પોલીસે કહ્યું, સફળ વ્યક્તિ બની પૈસૈદાર થવા ઘર છોડ્યું, પણ શું કરવું ખબર ન પડતા, મુંબઈ જઈ સુરત પરત ફર્યા.

સુરતમાં બે કિશોર ગુમ થવાના મામલે પોલીસે યુવકોને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપ્યા છે. પોલીસે કહ્યું, સફળ વ્યક્તિ બની પૈસૈદાર થવા ઘર છોડ્યું, પણ શું કરવું ખબર ન પડતા, મુંબઈ જઈ સુરત પરત ફર્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Surat teenage two boys Missing case

સુરતમાં બે કિશોર ગુમ થવાનો મામલો (ફાઈલ ફોટો એક્સપ્રેસ)

Surat Teenage Missing Case : સુરતમાં બે કિશોર ગુમ થવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. બંને કિશોર મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો અને તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, બે કિશોર છોકરાઓ, જેમણે "જીવનમાં કંઈક મોટું કરવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું", ગુરુવારે પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને સુરતમાં તેમના પરિવારોને સોંપ્યા હતા. આ કિશોરો સુરતના પાલ વિસ્તારમાં ઉઘાટ કેનાલ પાસે જોવા મળ્યા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધા હતા.

Advertisment

સુરત બે કિશોર ગુમ કેવી રીતે થયા?

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે ગુમ થયેલા છોકરાઓ મુંબઈના દાદર પહોંચવામાં સફળ થયા, પરંતુ જ્યારે તેમને શું કરવું તે ખબર ન પડી, ત્યારે તેઓ સુરત પરત ફર્યા. પાલ પોલીસ ઇન્સ્પેક્ટર કેએલ ગાધેએ જણાવ્યું હતું કે, “બંનેએ અંકલેશ્વર જવા માટે ટ્રેન લીધી, જ્યાંથી તેઓ ભરૂચ ગયા. ભરૂચ રેલ્વે સ્ટેશન નજીકની દુકાનમાંથી બર્ગર લીધા પછી, તેમણે બુધવારે સવારે મુંબઈના દાદર રેલ્વે સ્ટેશન માટે લોકલ ટ્રેન પકડી.”

કિશોર મુંબઈમાં દાદર પહોંચ્યા, પણ ખબર ન પડી હવે શું કરવું

જો કે, છોકરાઓને એ ખબર ન હતી કે દાદર પહોંચ્યા પછી શું કરવું અને તેમના પરિવારની યાદ આવવા લાગી. અધિકારીએ કહ્યું કે, “દાદરમાં અડધો દિવસ વિતાવ્યા પછી, તે ગુરુવારે સવારે 1.30 વાગે ટ્રેન પકડીને સુરત પાછા ફર્યા. તેઓ અડાજણ વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે ફૂટપાથ પર સૂઈ ગયા હતા અને સવારે 7 વાગ્યે જાગી ગયા હતા. જ્યારે અમે સતર્ક થયા, ત્યારે તેઓ ઉઘાટ નહેર કાંઠે જઈ રહ્યા હતા. અમે તેમને ઉપાડ્યા અને બાદમાં તેમના માતા-પિતાને સોંપી દીધા.” પોલીસે કહ્યું, “અમે યુવાનોની વ્યાપક શોધ હાથ ધરી હતી, અમે 200 જેટલા CCTV ફૂટેજ પણ ચેક કર્યા.

પૈસાદાર બની સફળ થવા ઘર છોડ્યું

કિશોરોએ ઘર છોડતા પહેલા, છોકરાઓમાંના એકે ચિઠ્ઠી છોડી હતી, જેમાં લખ્યું હતું કે, તેઓ "સફળ વ્યક્તિ બનવા માંગે છે અને 10 વર્ષ પછી પાછા આવશે".

Advertisment

ધોરણ 9 માં ભણતા હતા, ટ્યુશન જવાને બદલે ટ્રેન પકડી

પીઆઈ ગાધેએ જણાવ્યું કે, “છોકરાઓ મધ્યમવર્ગીય પરિવારના છે. બંનેની પૂછપરછ કરવા પર તેઓએ જણાવ્યું કે, તેઓ સફળ, મોટા બિઝનેસમેન બનવા માંગતા હતા અને તેમના માતા-પિતા સાથે ઘરે રહીને આમ કરી શકે નહીં. છોકરાઓ પાસે રૂ. 1,500 હતા, જે તેઓએ તેમના પોકેટ મનીમાંથી બચાવ્યા હતા.”

આ પણ વાંચો - સુરત : AAP કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી, 17 વર્ષિય પુત્રનું મોત, પરિવારના 6 સભ્યોનો બચાવ

બંને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ અને સહપાઠીઓ છે. મંગળવારે બપોરે તે પોતાના ઘરેથી નીકળ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના ટ્યુશન શિક્ષકે વાલીઓને જાણ કરી કે, તે દિવસે બાળકો ક્લાસમાં આવ્યા ન હતા.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ Surat ગુજરાત