Surat BRTS Bus Accident | સુરત બીઆરટીએસ બસ અકસ્માત: બે બસ વચ્ચે ચાર બાઈક સવારો કચડાયા, એકનું મોત, ચારની હાલત ગંભીર

Surat two BRTS Bus Accident : સુરત કતારગામ જીઆઈડીસી (katargam GIDC) વિસ્તારમાં બે બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માતમાં ચાર બાઈક ભોગ બની જેમાં એકનું મોત (One Killed) થયું તો ચારની હાલત ગંભીર.

Surat two BRTS Bus Accident : સુરત કતારગામ જીઆઈડીસી (katargam GIDC) વિસ્તારમાં બે બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માતમાં ચાર બાઈક ભોગ બની જેમાં એકનું મોત (One Killed) થયું તો ચારની હાલત ગંભીર.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Rajkot Accident

રાજકોટ અકસ્માત, બાઈક અને ટેન્કર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત

Surat BRTS Bus Accident : સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિકમાં ઉભેલી બીઆરટીસ બસની પાછળ બીજી બીઆરટીએસ ઘુસી ગઈ, આમાં ચાર બાઈક પર રહેલા આઠ બાઈક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે ચારની હાલત ગંભીર હોવાનું જામવા મળી રહ્યું છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક સિગ્નલ પર બીઆરટીએસ બસ ઉભી હતી, તે સમયે મોત બનીને પાછળ આવી રહેલી અન્ય બીઆરટીએસ બસના ચાલકે ઉતાવળે ઓવરટેક કરવા જતા ચાર બાઈકોને કચડ્યા હતા, જેમાં આઠ લોકો સવાર હતા. જેમાં એકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે ચારની હાલત ગંભીર હોવાથી નજીકમાં કિરણ હોસ્પિટલ અને સ્વીમેર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. સાંજના સાત વાગ્યાના સમયે અકસ્માત સર્જાતા પીક અવર્સના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે હાલમાં બસને ખસેડી ટ્રાફિક હળવો કરી દીધો છે, જ્યારે ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ અને સ્વીમર હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજના સાત કલાક આસપાસ કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા સમયેટ્રાફિક સિગ્નલ પર બીઆરટીએસ ઉભી હતી, તે સમયે તેની પાછળ ચાર બાઈક પણ હતા, જેમાં આઠ લોકો સવાર હતા. તે સમયે અન્ય પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે ઓવરટેક કરતા સમયે બસની પાછળ ઘુસી ગઈ જેમાં બાઈક સવારોમાં એકનું મોત થયું છે, અન્યને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisment

પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં બાઈક સવારો ભોગ બન્યા છે, સાથે પાછળથી આવી રહેલી એક રીક્ષા અને ટેમ્પોને પણ અડફેટે લેતા નુકશાન પહોંચ્યું છે. લોકોના ટાળાએ રોષમાં આવી બસના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી મામલો સંભાળી ટોળાને વિખેરી, ડ્રાઈવરની અટકાયત કરી છે. આ સિવાય ફાયર વિભાગની મદદથી બસને ખસેડી ટ્રાફિક હળવો કર્યો છે.

ઘટનાની જાણ શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાને થતા ઈજાગ્રસ્તોની કબર અંતર લેવા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે અકસ્માત સર્જનાર સામે યોગ્ય પગલા ભરવા અને અકસ્માતનો ભોગ બનનારને સારી સારવાર મળે તેની ખાતરી કરી હતી.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત Surat ગુજરાત