Surat News : સુરતમાં એક છ વર્ષની બાળકીને 20 વર્ષીય યુવક દ્વારા બચાવી લેવામાં આવી હતી, જ્યારે શહેરના રહેવાસીએ ગુરુવારે તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ આરોપીની ધરપકડ કરી છે.
સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શુક્રવારે બિહારના 20 વર્ષીય યુવકને એવોર્ડ એનાયત કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ગુરુવારે સવારે બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપીએ તેને બિસ્કિટની લાલચ આપી અને નજીકના એકાંત સ્થળે લઈ જઈ તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો.
જ્યારે બાળકીએ મદદ માટે બૂમો પાડી ત્યારે નજીકના વિસ્તારમાં શૌચ કરી રહેલો 20 વર્ષીય યુવક સ્થળ પર પહોંચી ગયો હતો.
સુરતમાં એક ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલમાં કામ કરતા યુવકે કહ્યું, “હું ફેક્ટરીમાંથી ઘરે પરત ફરતી વખતે શૌચ માટે ઉભો રહ્યો હતો, ત્યારે મેં બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો. હું તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો અને જોયું કે આરોપી તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં તેને રોક્યો અને મારા મિત્ર અને મોટા ભાઈને ફોન કરી બોલાવ્યા. ત્યારે મારા ભાઈએ આરોપીને પકડી લીધો, ત્યારબાદ હું અને મારો મોટો ભાઈ છોકરીને તેના ઘરે લઈ ગયા અને પોલીસને જાણ કરી.”
છોકરીની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ઓળખ રંજન યાદવ (26) તરીકે કરી છે, જેની IPC અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો – અમદાવાદ : મંદિર નિર્માણના ખોદકામ દરમિયાન નીકળી પ્રાચીન વાવ, મૂર્તિઓ
સંબંધિત સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, “ગુરુવારે પોલીસે આરોપી અને બાળકીની નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી હતી. આરોપી છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે નાના-મોટી કામ કરે છે અને બિહારનો રહેવાસી છે. અમે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો, કોર્ટે તેને સુરતની લાજપોર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.”