સુરેન્દ્રનગર દુર્ઘટના : બુબવાણા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા ત્રણ મજૂરના મોત, પાંચ ગંભીર રીતે દાઝ્યા

સુરેન્દ્રનગરના બુબવાણા ગામમાં ખેતરમાં કામ કરવા જઈ રહેલ મજૂરોને ટ્રેક્ટ્રરની ટ્રોલીમાં જ કરંટ લાગતા, ત્રણના સ્થળ પર જ મોત, પાંચ ઈજાગ્રસ્તને પાટડી સારવાર માટે ખસેડાયા

Written by Kiran Mehta
Updated : February 12, 2024 12:30 IST
સુરેન્દ્રનગર દુર્ઘટના : બુબવાણા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા ત્રણ મજૂરના મોત, પાંચ ગંભીર રીતે દાઝ્યા
સુરેન્દ્રનગર વીજ કરંટ દુર્ઘટના (પ્રતિકાત્મક તસવીર)

સુરેન્દ્રનગર જિલ્લાથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં બુબવાણા ગામ નજીક ટ્રેક્ટરની ટ્રોલમાં બેસી મજૂરો જઈ રહ્યા હતા ત્યારે કરંટ લાગતી ત્રણ મજૂરોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બુબવાણા ગામ નજીક ખેતરમાં કામ કરવા ટ્રેક્ટરની ટ્રોલીમાં મજૂરો જઈ રહ્યા હતા ત્યારે હાઈ ટેન્સન વાયર ટ્રોલીને અડી જતા તેમાં બેઠેલા મજૂરોને કરંટ લાગ્યો હતો, કરંટ એટલો જબરદસ્ત હતો કે, ત્રણ મજૂરોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મજૂરોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ

પોલીસ સૂત્રો અનુસાર, મજૂરો ખેતરમાં કાલા વીણવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણના સ્થળ પર જ મોત થયા છે, જેમને પીએમ માટે, જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે પાટડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર અધિકારી પાંત ઓફિસર, મામલતદાર, નાયબ મામલતદાર પણ ઘાયલ મજૂરોની સંભાળ લેવા માટે સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા, અને દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે મામલે માહિતી મેળવી સાંત્વના આપી હતી.

આ પણ વાંચોરાજકોટ અકસ્માત : બાઈક સ્લીપ થયું અને પિતા-પુત્ર પર ટેન્કરના ટાયર ફરી ગયું, સ્થળ પર જ કરૂણ મોત

કરંટ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ મજૂરો મધ્યપ્રદેશના જાબુઆના અલિરાજપુર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બે મહિલા લાડુબેન અને ઉર્મિલાબેન અને એક પુરૂષ કાજુભાઈનો સમાવેશ થાય છે. જ્યારે બાલીબેન, સુખીબેન, નરેશભાઈ, સુરમજી અને રૂદભાઈ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમની સારવાર ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ