Talati Exam 2023 : ગુજરાતમાં તલાટીની પરીક્ષા 7 મે 2023ના રોજ યોજાવાની છે. ગુજરાત સરકારે પરીક્ષાર્થીઓને લાંબા કરી દીધા છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા માટે 100થી 200 કિમી દૂરના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. અનેક પરીક્ષાર્થીઓને પરીક્ષા કેવી રીતે આપવા જવું તે મુશ્કેલી સર્જાઈ છે. તંત્ર દ્વારા બસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ કેટલાક પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળ પર પહોંચવા પરીક્ષાના આગળના દિવસે જ જે તે પરીક્ષા કેન્દ્રવાળા શહેરમાં પહોંચી જવું પડે તેવી મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે કેટલીક ખાનગી સંસ્થાઓ પરીક્ષાર્થીઓ માટે આગળ આવી છે, અને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
દુર કેન્દ્રો ફાળવવામાં આવતા પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં
તમને જણાવી દઈએ કે, કચ્છ-ભૂજના ઉમેદવારોને સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના પરીક્ષાર્થીઓને અમદાવાદ, જામનગર, કચ્છ ભુજ, અમરેલીના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓને સરકારે લાંબા કરી દીધા છે. રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, કેટલીએ વખત અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેર હાજર રહે છે અને આને કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે, પરંતુ સરકારને પરીક્ષાર્થીઓની કે સમય, શક્તિ કે ખોટા ખર્ચ, સંશાધનનોની કોઈ ચિંતા ન હોવાનું પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે. પરીક્ષાના સ્થળ સરકાર જિલ્લામાં જ ફાળવે તો પરીક્ષાર્થીઓનો સમય અને સરકારના વ્યવસ્થા, સંશાધન ખર્ચ અને સમય બચી શકે છે. ગેરહાજર પરીક્ષાર્થીઓની સંખ્યા પણ ઘટી શકે.
સરકારે શું વ્યવસ્થા કરી?
તલાટીની પરીક્ષા માટે તંત્ર દ્વારા અસટી બસનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ માટે તંત્ર દ્વારા 4500 બસો દોડાવવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને અડવાન્સ બુકિંગ કરાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. આ સિવાય પરીક્ષાર્થીઓ માટે કન્ટ્રોલ રૂમ પણ ચાલુ રાખવામાં આવશે.
ખાનગી સંસ્થાઓ મદદ માટે આગળ આવી
સરકાર દ્વારા તલાટીની પરીક્ષાના કેન્દ્રો દુર દુરના જિલ્લામાં ફાળવવામાં આવતા, વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી અનેક ખાનગી સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. અને રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મામલે આઈપીએસ હસમુખ પટેલના ટ્વીટર પર લોકોએ તેમના તરફથી પરીક્ષાર્થીઓ માટે કરેલી વ્યવસ્થાની માહિતી આપી છે. તો જોઈએ ક્યાં કેવી સુવિધા કરવામાં આવી છે.
ખેડા – આણંદ – અમદાવાદ
7 તારીખે તલાટી ની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે આગલે દિવસથી 1000 ભાઈ બહેનો ને રહેવા જમવા અને સેન્ટર સુધી પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવી છે
અમદાવાદ
સુરત
સુરત માં કામરેજ વિસ્તાર માં એકલવ્ય બોયઝ હોસ્ટેલ કોઈને રહેવા માટે આવતા વિદ્યાર્થી સંપર્ક કરે -7984250417 – માત્ર બોયઝ માટે છે.
સુરતમાં કોળી સમાજ માટે વ્યવસ્થા કરનાર
ભાવનગર
ભાવનગર માં ઉમરાળા(364330) માં તલાટી મંત્રી પરિક્ષા આપવા માટે આવે જેમને રેવાની અને જમવાની વ્યવસ્થા
ભાવનગર-ગાંધીગ્રામ, ભાવનગર-રાજકોટ, અને અમરેલી જૂનાગઢ વચ્ચે પરીક્ષાર્થીઓ માટે ટ્રેનની વ્યવસ્થા
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા
જૂનાગઢ
જૂનાગઢમાં પરીક્ષા આપવા આવનાર દીકરીઓ માટે રહેવા-જમવાનીની સુવિધા
બહુચરાજી
બહુચરાજીમાં પાટીદાર સમાજ દ્વારા વ્યવસ્થા
વિસનગર – વિજાપુર
વિસનગર તથા વિજાપુર બાજુ દુરથી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા
મહેસાણાના વિદ્યાર્થીઓ માટે બસનું લિસ્ટ
બોટાદ
જામનગર
કેશોદ
સાણંદ
મુસ્લીમ સમાજ દ્વારા વ્યવસ્થા
કચ્છ-ભુજ-માધાપર
અલગ-અલગ જિલ્લા શહેરની વ્યવસ્થા
અમરેલી
પોરબંદર
લુણાવાડા – મહિસાગર
સાબરકાંઠા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જિલ્લાઓમાં રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને 8.50 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.