ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ પક્ષ-વિપક્ષના નેતા અને અભિનાતા એક મંચ પર દેખાયા, જાણો શું હતો એજન્ડા અને કોણે શું કહ્યું?

thakor samaj maha sammelan in Gandhinagar: વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું.

thakor samaj maha sammelan in Gandhinagar: વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું.

author-image
Ankit Patel
New Update
Abhyuday Mahasammelan

ગાંધીનગરમાં ઠાકરો સમાજનું અભ્યુદય મહાસંમેલનઃ Photograph: (social media)

Abhyuday Mahasammelan in Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું વિવિધ મુદ્દાઓ ઉપર ચિંતન કરવા માટે અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રામકથા મેદાનમં અડધી રાત્રે આ સમ્મેલન યોજાયું હતું. 

Advertisment

અડધી રાત્રે યોજાયેલા આ સમ્મેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ ઠાકોર સમાજના નેતા-અભિનેતા, મંત્રી, ધારાસભ્ય સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અડધી રાત્રે તમામે સમાજના વિકાસ અને સમાજના યુવાનોના ભવિષ્ય માટે ચિંતન કર્યું હતું. તમામ નેતાઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગ શિક્ષણ અને વ્યસનમુક્તિ છે.

અભ્યુદય મહાસંમેલનમાં કોણ કોણ હાજર રહ્યું હતું?

ગાંધીનગરના રામકથા મેદાનમાં અડધી રાત્રે ત્રણ વાગ્યે યોજાયેલા અભ્યુદય મહાસંમેલનમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

.. તો હું રાજનીતિ છોડી દઈશ : અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે  સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે,  હું રાજનીતિમાં કંઈ આપી શકું તેમ નહીં હોય તો રાજનીતિ છોડી દઈશ. આવનારા સમયમાં વધુ 8 ભવનોનું નિર્માણ કરીશું. 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે. દેશના ઇતિહાસમાં આ ત્રીજી રાત્રી સભા છે. હું વિવેકી છું પણ ડરપોક નથી.

Advertisment

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું?

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'આપણો સમાજ હવે પટાવાળા કે સિક્યુરિટી ગાર્ડની નોકરીમાંથી બહાર આવી IAS-IPS બને તે જરૂરી છે. દીકરીઓના લગ્ન 12મા ધોરણ પછી જ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ. દરેક તાલુકામાં દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવી એ સમયની માંગ છે.'

બલદેવજી ઠાકરે શું કહ્યું?

આ સંમેલનમાં બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, 'દેશની આઝાદી અને જે.પી. આંદોલન પછી આ ત્રીજી એવી ઘટના છે જ્યાં જનમેદની અડધી રાત્રે જાગૃત થઈને એકઠી થઈ છે.  આમાંથી આપણે કંઈક શીખવાનું છે અને જાગૃત બનવાનું છે. આ પરિવર્તનના સંકેત છે.'

આ પણ વાંચોઃ- Good News! અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં 4 એસી કોચ ઉમેરાયા, સીટની સંખ્યામાં થયો વધારો

સામાજિક સુધારણા અભિયાનના 10 વર્ષ પૂર્ણ

વર્ષ 2016માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શરૂ કરાયેલ સામાજિક સુધારણાના અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દાયકા દરમિયાન વ્યસનમુક્તિ અને જાગૃતિ ક્ષેત્રે થયેલા સુધારાને આ સંમેલન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

ગુજરાત ગાંધીનગર અલ્પેશ ઠાકોર