સ્ટેટ્સ ઓફ હોપ : ગુજરાતમાં 20 વર્ષમાં 55 અબજ ડોલરથી વધુ વિદેશી રોકાણ આવ્યું : સીએમ ભૂપેન્દ્ર પટેલ

Gujarat CM Bhupendra Patel At States Of Hope Series : ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજીત સ્ટેટ્સ ઓફ હોપ સિરીઝમાં ગુજરાતના સીએમ ભપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ભારતનું સેમીકન્ડક્ટર હબ બનશે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

Gujarat CM Bhupendra Patel At States Of Hope Series : ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજીત સ્ટેટ્સ ઓફ હોપ સિરીઝમાં ગુજરાતના સીએમ ભપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ભારતનું સેમીકન્ડક્ટર હબ બનશે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat CM Bhupendra Patel | CM Bhupendra Patel | Bhupendra Patel CM Gujarat | Bhupendra Patel Express Photo

Bhupendra Patel : સ્ટેટ્સ ઓફ હોપ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતુ. (Express photo by Nirmal Harindran)

Gujarat CM Bhupendra Patel At States Of Hope Series : ગુજરાત ભારતનું સૌથી અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. વર્ષ 2047માં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા હેતુ સંપૂર્ણ રોડ મેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજીત સ્ટેટ્સ ઑફ હોપ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતમાં બે મોટા કાર્યક્રમનું આયોજન થયું જે ગુજરાતની પ્રકૃત્તિ દર્શાવે છે. હાલ વિશ્વ સ્તરે ગુજરાત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુજરાતે વર્ષ 2003થી 2024 દરમિયાન દસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કર્યું છે.

Advertisment

ગુજરાતમાં 20 વર્ષમાં 55 અબજ ડોલરનું વિદેશી રોકાણ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં 55 અબજ ડોલરથી વધુ વિદેશી રોકાણ આવ્યું છે. પુષ્કળ હ્યુમન રિસોર્સ, કડક કાયદો વ્યવસ્થા, મૈત્રીપૂર્ણ વેપાર નીતિ, સ્થિર સરકાર ગુજરાતને વેપાર - ઉદ્યોગ માટે પસંદગીનું રાજ્ય બનાવે છે.

મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી. વર્ષ 2003 થી 2024 સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસ આવૃત્તિનું સફળ આયોજન કર્યું છે. વર્ષ 2024ના દસમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા કુલ એમઓયુમાંથી 50 એમઓયુ ગ્રીન એનર્જી સેક્ટરમાં થયા છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા ગુજરાત મોટું યોગદાન આપશે.

Gujarat CM Bhupendra Patel | CM Bhupendra Patel | Bhupendra Patel CM Gujarat | Bhupendra Patel Express Photo
Bhupendra Patel : ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે. (Express photo by Nirmal Harindran)
Advertisment

ગુજરાત ભારતનું સેમીકન્ડક્ટર હબ બનશે

સીએમ પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું નિર્માણ થઇ રહ્યું છે. ઉપરાંત ધોલેરા નજીક વધુ બે ચીપ પ્લાન્ટની સ્થાપના થવાની છે. આ સાથે ગુજરાત ભારતનું સેમીકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં વિરાસત અને વિકાસ બંને એક સાથે

સ્ટેટ્સ ઓફ હોપ સિરીઝને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે, ગુજરાતની વિકાસ યાત્રા અને ભવિષ્યની યોજના વિશે જાણવાનું ઉત્તમ મંચ છે. ગુજરાતનું હાલ વૈશ્વિક સ્તરે મહત્વ વધ્યું છે. તાજેતરમાં ગુજરાતમાં બે મોટા કાર્યક્રમ યોજાયા હતા. વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું અને દ્વારકાના દરિયામાં ડુબકી લગાવી પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા હતા. અહીં વિરાસત અને વિકાસ બંને છે.

ભારતમાં વિરાસતની પુનઃસ્થાપના

તેમણે ઉમેર્યું કે, ભારતમાં વિરાસતની પુનઃસ્થાપના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થઇ રહ્યું છે. જેમાં વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરીડોર અને ઉજ્જૈન મહાકાલ લોક બન્યા છે. તો બીજી બાજુ દેશમાં દરરોજ 35 કિમી હાઇવેનું નિર્માણ થઇ રહ્યું છે. દેશમાં રામ મંદિર નિર્માણ થયું છે. પીએમ આવાસ હેઠળ 4 કરોડ આવાસ અને 17 એઇમ્સનું નિર્માણ થયું છે. દેશમાં ઝડપી અને વ્યાપક સ્તરે બાંધકામ પ્રવૃ્તિ થઇ રહી છે. સીએમ પટેલે જણાવ્યું કે, ભારતમાં દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ - સ્ટેચ્યુ ઓફ યુનિટ, સૌથી મોટી ટનલ - અટલ ટનલ અને દુનિયાનો સૌથી ઊંચો રેલ બ્રિજ - ચિનાબ રેલ બ્રિજનું નિર્માણ થયું છે.

હાલ 82 વંદે ભારત ટ્રેન, 3 વર્ષમાં 400 ટ્રેન દોડાવાશે

ભારતમાં વંદે ભારત ટ્રેન શરૂ કરાયા બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું છે. દેશમાં હાલ 82 વંદે ભારત ટ્રેન દોડી રહી છે અને આગામી 3 વર્ષમાં તેની સંખ્યા 400 ટ્રેન કરવાનો લક્ષ્યાંક છે. દેશમાં 10 વર્ષમાં એરપોર્ટની સંખ્યા 74 થી વધીને 149 થઇ છે. શહેરોમાં મેટ્રો ટ્રેનની સુવિધા પણ વધી રહી છે. વર્ષ 2014માં 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી જ્યારે હાલ 20 શહેરોમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે.

ગુજરાતમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબ એનર્જી પાર્કનું નિર્માણ

ગુજરાતની ડબલ એન્જિન સરકારે વિકાસના સીમાચિહ્ન બનાવ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિસીટી ગ્રીડ અને વોટર ગ્રિડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.નર્મદા કેનાલ નેટવર્કથી કચ્છના અંતરિયાળ વિસ્તારમાં પાણી પહોંચ્યું છે. ઉપરાંત કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબ એનર્જી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. બંદર - પોર્ટ સેક્ટરમાં ગુજરાત અગ્રણી સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 49 બંદરો કાર્યરત છે અને દેશના કાર્ગો હેન્ડલિંગ સર્વિસ ક્ષેત્રે મહત્તમ હિસ્સો ધરાવે છે. સુરત ડાયમંડ બુર્સ અને ગીફ્ટ સિટીથી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે.

ગુજરાતી ન્યૂઝ Bhupendra Patel ગુજરાત