TMC MP યુસુફ પઠાણને વડોદરા કોર્પોરેશની જમીન પર દબાણ કરવા બદલ ફટકારવામાં આવી નોટિસ, જાણો શું છે પૂરો મામલો?

Yusuf Pathan encroaches VMC Land : ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પેરેશનની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની નિટોસ ફટકારવામાં આવી છે. તો જોઈએ શું છે કેસ?.

Written by Kiran Mehta
Updated : June 14, 2024 16:34 IST
TMC MP યુસુફ પઠાણને વડોદરા કોર્પોરેશની જમીન પર દબાણ કરવા બદલ ફટકારવામાં આવી નોટિસ, જાણો શું છે પૂરો મામલો?
વડોદરામાં વીએમસીની જમીન પર અતિક્રમણ મામલે યુસુફ પઠાણને નોટિસ પાઠવવામાં આવી

Yusuf Pathan encroaches VMC Land Vadodara : પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયાના લગભગ એક સપ્તાહ બાદ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યુસુફ પઠાણને ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) તરફથી નાગરિક સંસ્થાની જમીન પર કથિત રીતે અતિક્રમણ (દબાણ) કરવા બદલ નોટિસ મળી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણને અતિક્રમણ દૂર કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું, જોકે તેણે આ વાત ફગાવી દીધી અને કહ્યું, આ “રાજકીય રમત” છે.

યુસુફ પઠાણ નો સરકારી જમીન પર અતિક્રમણ કેસ કેવી રીતે સામે આવ્યો?

આ મામલો ગુરુવારે પ્રકાશમાં આવ્યો જ્યારે વોર્ડ 14 ના ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીને પત્ર લખીને માંગણી કરી હતી કે, જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં આવે અને નાગરિક સંસ્થા દ્વારા તાત્કાલિક વાડ લગાવવામાં આવે.

તે રાજકીય રમત હોવાનો ઇનકાર કરતાં મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પઠાણે VMC જમીનના એક ભાગ પર કથિત રીતે અતિક્રમણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “હું રાજકીય પગલાથી વાકેફ નથી, પરંતુ તે અમારા ધ્યાન પર આવ્યા પછી અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા છે.”

શું છે કેસ?

પઠાણે માર્ચ 2012 માં જમીન ખરીદવા વિનંતી કરી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામોના બે દિવસ પછી VMC ના લેન્ડેડ એસ્ટેટ વિભાગ દ્વારા 6 જૂને પઠાણને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જાણવામાં આવે છે કે VMC એ (માર્ચ 2012માં) ટીપી સ્કીમ નંબર 22 અને ફાઇનલ પ્લોટ નંબર 90 માંથી 978 વર્ગ મીટર જમીન ફાળવવા માટે તમારા તરફથી અરજી થઈ હતી. પ્રક્રિયા અનુસાર, આ અરજી મૂલ્યાંકન સમિતિ દ્વારા લઘુત્તમ કિંમત નક્કી કર્યા પછી, તમારી અરજી સ્થાયી સમિતિને અને પછી જનરલ બોર્ડને મોકલવામાં આવી હતી.

તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, “ત્યારબાદ અરજીને હરાજી વગર સ્પેશિયલ કેસ હેઠળ 99 વર્ષના સમયગાળા માટે જમીન લીઝ પર આપવાની મંજૂરી માટે ગુજરાત રાજ્ય સરકારે અરજી મોકલવામાં આવી હતી. જો કે, 9 જૂન, 2014 ના રોજ મળેલા જવાબ મુજબ શહેરી વિકાસ વિભાગ તરફથી, આ જમીન ભાડે આપવાની તમારી વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. જો કે, હવે એવું સામે આવ્યું છે કે, તમે VMC ની તે જમીન પર અતિક્રમણ કર્યું છે, અને તમને ઝડપથી દબાણ દૂર કરવાનો આદેશ જણાવવામાં આવે છે.”

નોટિસ પર, પવારે જણાવ્યું હતું કે, “પઠાણે 3 માર્ચ, 2012 ના રોજ એક પત્ર મોકલ્યો હતો, જેમાં આ જમીન ખરીદવાની પરવાનગી માંગવામાં આવી હતી અને પ્રતિ ચોરસ મીટર 57,000 ની કિંમતની ઓફર પણ કરવામાં આવી હતી. ઉપરોક્ત દરખાસ્ત જનરલ બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી અને 8 જૂન, 2012 ના રોજ કોઈપણ વિરોધ વિના મંજૂર કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ, રાજ્ય સરકારે દરખાસ્તને નકારી કાઢી હતી અને મુદ્દો બંધ કરી દેવામાં આવ્યો હતો.

સરકારી જમીનો પરથી ગરીબોના ઝુંપડા હટાવાય છે તો પઠાણ દ્વારા થયેલા દબાણને કેમ કેમ નહીં?

જો કે, પઠાણે આગળ વધીને જમીન પર અતિક્રમણ કર્યું હતું અને તેના રહેઠાણની આસપાસ દિવાલ બનાવી હતી. જો VMC સરકારી જમીન પરથી ઝૂંપડાં અને અન્ય વસાહતોના અતિક્રમણને દૂર કરી શકે છે, તો પઠાણને શા માટે અતિક્રમણ રાખવાની મંજૂરી આપવી જોઈએ?”

આ પણ વાંચો – સુરત મેડિકલ કોલેજ હોસ્ટેલ: થાઈ યુવતી પર હુમલાના થોડા દિવસ બાદ હવે એક PG ડોક્ટર દારુ પીતા ઝડપાયો

યુસુફ પઠાણને દબાણ હટાવવા બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

બે અઠવાડિયા પછી કાર્યવાહીની ચેતવણી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ મિસ્ત્રીએ કહ્યું, “મુદ્દો ( VMC જમીન પરના અતિક્રમણનો) અમારા ધ્યાન પર આવ્યો હતો. આ વાત ભાજપના કાઉન્સિલર વિજય પવારે પણ ઉઠાવ્યો હતો. અમે યુસુફ પઠાણને 6 જૂને જ નોટિસ આપી હતી અને લગભગ બે અઠવાડિયાનો સમય પણ આપ્યો છે. પઠાણ માટે આ અતિક્રમણ જાતે હટાવવાનો આ યોગ્ય સમય છે. જો તે નોટિસનું પાલન નહીં કરે તો, અમે આગળની કાર્યવાહી કરીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ