Gujarat rain forecast : આજે જૂનાગઢમાં ભુક્કા બોલાવશે વરસાદ, આ જિલ્લાઓમાં પણ વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
junagadh heavy rain forecast

જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી - photo-X @06NDRF

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં મેઘો ફરીથી બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારે ફરીથી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર પણ બચાવ કામગીરી માટે સજ્જ થયું છે.

Advertisment

આજે જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી

બુધવારના દિવસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને મંદરડામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ હતી. આ તાલુકામાં 13 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે કેશોદ અને વંથલીમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં ગુરુવારનો દિવસ ભારે ગણાવ્યો છે. આજે જૂનાગઢ જિલ્લામાં ભારથી અતિ ભારે સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મળીને 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, મોરબી અને બોટાદનો સમાવેશ થાય છે.

Advertisment

આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન, ગુજરાતમાં બે લોકોના મોત

ગુજરાતમાં અહીં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત