Today Weather Updates : કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? ઉત્તર ભારતમાં કેવા છે હાલ

Gujarat Weather updates, IMD winter forecast : ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ગુજરાતમાં 10 ડિગ્રી સેલ્સિયન્સ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ગુજરાતમાં 10 ડિગ્રી સેલ્સિયન્સ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter | weather news | Weather updates

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - ANI

Gujarat Winter, Today weather latest updates, IMD forecast : ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જોકે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ગુજરાતમાં 10 ડિગ્રી સેલ્સિયન્સ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ગુરુવારના દિવસ દરમિયાન વધઘટ નોંધાઈ હતી.

Advertisment

નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે 10 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન ઘટના 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 19 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઉંચુ લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ25.514.3
ડીસા25.911.2
ગાંધીનગર25.412.5
વલ્લભ વિદ્યાનગર24.914.6
વડોદરા26.214.4
સુરત28.016.2
વલસાડ--
દમણ27.816.6
ભુજ26.910.9
નલિયા27.110.0
કંડલા પોર્ટ27.413.6
કંડલા એરપોર્ટ27.411.6
ભાવનગર26.015.2
દ્વારકા27.616.4
ઓખા24.419.0
પોરબંદર29.613.0
રાજકોટ28.910.5
વેરાવળ30.215.9
દીવ30.313.1
સુરેન્દ્રનગર27.812.0
મહુવા29.613.3

ઉત્તર ભારતમાં કેવી છે ઠંડી?

ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. ગુરુવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં કંપતી ઠંડી પડી હતી. દરમિયાન, મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં અનેક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં સતત નીચા વાદળોના આવરણ અને ઓછા સૂર્યપ્રકાશને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી છ ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું છે.

Advertisment

દિલ્હીની સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી ઓછું છે. હરિયાણાના હિસારમાં તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય કરતાં 6.8 ડિગ્રી ઓછું હતું, જ્યારે પંજાબના પટિયાલામાં તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 8.1 ડિગ્રી ઓછું હતું. રાજસ્થાનના કોટામાં મહત્તમ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું હતું. મધ્યપ્રદેશના ભોપાલમાં મહત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 7.3 ડિગ્રી ઓછું છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત