/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Today-Gujarat-Latest-News-22th-June-2024.jpg)
ગુજરાત આજના લેટેસ્ટ સમાચાર, 22 જૂન 2024
Today Gujarat Latest News 22th June 2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો, રાજ્યમાં હવામાન વિભાગે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો આજે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ બાજુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમેરિકાથી આવેલા કુરિયરના પાર્સલોમાંથી ગેરકાયદેસરનો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો રાજસ્થાનના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપનારને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અટકાયત કરી છે. આ બાજુ સાબરકાંઠાનો એક પરિવાર કુવૈતમાં ફસાયેલો હોવાથી તેના પરિવારજનોએ તેમને બચાવવા સરકારને વિનંતી કરી છે. તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે.
ગુજરાત વરસાદ આગાહી
પ્રથમ ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે. તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે, અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય રાજ્યના લગભગ બધા જ જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Today-Gujarat-Latest-News-22th-June-2024-2.jpg)
ગુજરાત વરસાદ ડેટા
આજના વરસાદના સમાચારની વાત કરીએ તો, આજે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 43 મીમી નોંધાયો છે. આ સિવાય, વલસાડ શહેરમાં 36 મીમી, વલસાડના ઉંમરગામમાં 25 મીમી, સુરતના મહુવામાં 22 મીમી, તો વલસાડ જિલ્લાના જ કપરાડામાં 18 મીમી, જામનગરના કાલાવાડ અને તાપીના નિઝરમાં 16 મીમી, તો પારડીમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમરેલીના ખાંભામાં 11 મીમી, છોટા ઉદેપુરના કાવંતમાં 9 મીમી, વલસાડના ધરમપુરમાં 7 મીમી, તો અમરેલી, ધારી અને કુકરમુંડામાં 6-6 મીમી વરસાદ નોંધાયો. આ બાજુ રાજકોટના જામકંડોરણા અને અમરેલીના રાજુલામાં 5-5 મીમી વરસાદ નોંધાઓ હતો. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પોશિનામાં, સુરતના ચોરાસીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. તો ડાંગના વઘઈમાં 2 મીમી વરસાદ, તો બનાસકાંઠાના પાલનપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ કરોડો રૂપિયાનું ગાંજો ગાંજો અને ઝડપાયું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અમેરિકાથી આવેલા ઈન્ટરનેશનલ કુરિયરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ પાર્સલોનું ચેકિંગ કરતા તેમાંથી ગેરકાયદેસરનો ગાંજો તથા લિક્વીડ ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, રમકડાઓના પાર્સલ, કપડા પાર્સલ, સ્ટોરી બુક, એન્ટિક બેગ સહિતના પાર્સલોમાંથી કુલ 11.601 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની આશરે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3,48,03,000 થાય છે. આ સિવાય લિક્વીડ ડ્રગ્સ કિંમત 72,000 મળી 3,48,75,000 નો માલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Today-Gujarat-Latest-News-22th-June-2024-3.jpg)
રાજસ્થાનના ધારાસભ્યને ધમકી આપનારો વોન્ટેડ ઝડપાયો
અમદાવાદ : તો રાજસ્થાનના શિવ વિધાનસભા ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીના એક મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના કાલુપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો આરોપી કેશારામ ઉર્ફે કેડી માંજુ (જાટ) રહે. પરેવુ.તા. ગીડા, જી. બલોત્રાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પુછપરછમાં આરોપીએ મધ્યપ્રદેશથી એક પિસ્તોલ અને કારતૂસ પણ ખરીદી હોવાની માહિતી મળી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Untitled-design.jpg)
કુવૈતમાં ફસાયેલા સાબરકાંઠા પરિવારના સભ્યોએ સરકારને કરી વિનંતી
સાબરકાંઠા, વિજયનગર તાલુકો : કુવૈતમાં આગ દુર્ઘટનામાં 50 લોકોના મોત બાદ કુવૈત સરકારે ગેરકાયદેસર રહેતા લોકો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું હતુ, જેમાં ગુજરાતના સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલો હવે ભારત સરકાર સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના દૃઢવાવ ગામ ના લોકોએ કુવૈતમાં ફસાયેલા પરિવારને બચાવી પાછા લાવવા માટે રાજ્યસભા સાંસદ રમિલાબેન બારા, અને લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાને વિનંતી કરી હતી.
રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ : વધુ ત્રણની ધરપકડ
આ બાજુ રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટ ગેમિંગ ઝોન આગ દુર્ઘટના કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા અને વેલ્ડીંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આ કેસમાં 12 લોકોની ધરપકડ થઈ હતી, જે આંકડો હવે 15 સુધી પહોંચ્યો છે. વધુ 3 આરોપીને જજ સમક્ષ હાજર કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
આ પણ વાંચો - ગુજરાત વરસાદ : હવામાન વિભાગ આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે થી ભારે વરસાદ, ત્રણ દિવસ યલો-ઓરેન્જ એલર્ટ
કપડવંજ: કારમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂ છુપાવી હેરાફેરી કરનારની ધરપકડ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Today-Gujarat-Latest-News-22th-June-2024-4.jpg)
ખેડા, કપડવંજ દારુ હેરાફેરી : આ બાજુ ખેડા જિલ્લામાં પોલીસે વિદેશી દારુની હેરાફેરી કરતા કારને ઝડપી પાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસરા, કપડવંજ ટાઉન પોલીસે વારાસી નદીના પુલ પર એક કારની અચાનક ચેકિંગ હાથ ધરી હતી. જેમાં પોલીસે બુટલેગર દ્વારા અપનાવેલ નવો કિમીયાનો પર્દાફાશ કરી દીધો હતો. અને કારમાં બનાવેલા ચોર ખાનું શોધી કાઢ્યું હતુ. પોલીસે 60 હજાર રૂપિયાનો વિદેશી દારુ સહિત 1,60,00 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, સાથે રાજસ્થાનના બે આરોપીની પણ અટકાયત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us