ગુજરાત આજના લેટેસ્ટ સમાચાર : વિસાવદર, દાંતા, ખેડા, દિયોદર અને પાટણમાં બે કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ

Today Gujarat Latest News 25th June 2024 : ગુજરાતમાં મેઘરાજાની સવારી સતત વરસાદ વરસાવી રહી છે. તો અમેરિકા જવા માટેનો વીઝા એજન્ટોનો વધુ એક કીમિયો ખુલ્લો પડ્યો છે. આ બાજુ વડોદરા ક્રાઈમ પોલીસે ખંડણીખોરને ઝડપી પાડ્યા છે. તો કરીએ આજના લેટેસ્ટ સમાચારો પર એક નજર.

Today Gujarat Latest News 25th June 2024 : ગુજરાતમાં મેઘરાજાની સવારી સતત વરસાદ વરસાવી રહી છે. તો અમેરિકા જવા માટેનો વીઝા એજન્ટોનો વધુ એક કીમિયો ખુલ્લો પડ્યો છે. આ બાજુ વડોદરા ક્રાઈમ પોલીસે ખંડણીખોરને ઝડપી પાડ્યા છે. તો કરીએ આજના લેટેસ્ટ સમાચારો પર એક નજર.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat Latest News 25th June 2024

ગુજરાત આજના લેટેસ્ટ સમાચાર, 25 જૂન 2024

Today Gujarat Latest News 25th June 2024 : ગુજરાત ના આજના લેટેસ્ટ સમાચારોની વાત કરીએ તો, ખેડામાં માત્ર બે કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર મેઘ મહેર કરતા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદર અને વડોદરાના દેસરમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે. આ બાજુ એમેરિકન એમ્બેસીની ફરિયાદ બાદ નકલી ડોક્યુમેન્ટ ઉભા કરી વિઝા અરજી કરનાર મહેસાણાના એજન્ટ સહિત ત્રણ લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ બાજુ રાજકોટ અગ્નિકાંડ મામલે આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કેટલાક વેપારીએઓ સ્વયંભૂ તો કેટલાકને કોંગ્રેસે વિનંતી કરી બંધ પળાવ્યો. તો ગત મોડી રાત્રે અમદાવાદ શહેરમાં નજીવો વરસાદ ખાબક્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા, અને એએમસીની પ્રી મોનસૂન પ્લાનની પોલ ખુલી પડી ગઈ હતી. તો અમદાવાદ શહેરના વસ્ત્રાલ બસ ડેપોમાં ત્રણ ઈલેક્ટ્રીક બસોમા આગ લાગતા બસો બળીને ખાખ થઈ ગઈ હતી. આ બાજુ વડોદરામાં વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગનાર બે આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.

Advertisment

ગુજરાત વરસાદ અપડેટ્સ, વિસાવદર અને દાંતા માં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ

પ્રથમ ગુજરાત ના વરસાદની વાત કરીએ તો, આજે વહેલી સવારથી જ રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. અને રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. તો સવારના 6 વાગ્યાથી સાંજના 06 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદરમાં 109 મીમી નોંધાયો છે, તો બનાસકાંઠાના દાંતામાં બે કલાકમાં જ 64 મીમી અને દિયોદરમાં 51 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ ખેડામાં પણ બે કલાકમાં વરસાદે ધબધબાટી બોલાવી અને 56 મીમી વરસાદ ખાબક્યો છે. તો પાટણના સરસ્વતી તાલુકામાં 47 અને સિદ્ધપુર તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો વડોદરાના દેસરમાં પણ 48 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલના કાલોકમાં 32 મીમી, વડોદરાના પાદરામાં 30 મીમી, ભાવનગરના સિહોરમા 28 મીમી તો ગારિયાધારમાં 18 મીમી, સાવલીમાં 27 મીમી, પંચમહાલના જાંબુઘોડામાં 24 મીમી, તાપીના ડોલવાણમાં 22 મીમી, બનાસકાંઠાના લાખાણીમાં 21 મીમી.

Gujarat Rain Data 6 pm - 25 june 2024
આજનો વરસાદ ડેટા - સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી (25-06-2024)

તો પંચમહાલના હાલોલમાં 20 મીમી, આણંદના પેટલાદમાં 20 મીમી, આણંદના બોરસદમાં 19 મીમી, બનાસકાંઠાના ધાનેરામાં 18 મીમી, આણંદના આંકલાવમાં અને દાહોદમાં 17 મીમી, અમરેલીના કુકાવાવ વાડિયા અને ખેડાના ગલતેશ્વરમાં 16-16 મીમી, પંચમહાલના હાલોલ અને ઘોઘંબામાં 15-14 મીમી, આણંદ, મહેમદાબાદ 11 મીમી વરસાદ નોંધાયો હતો. આ બાજુ, મહુવા, સાયલા, ધોરાજી, કપડવંજ, ઠાસરા અને ચોટીલામાં 5 થી 9 મીમી વરસાદ નોંધાયો હતો. તો પાટણ, સાણંદ, વઢવાણ, કોટડા સંઘાણી, ધારી, સાવરકુંડલા, સંખેડામાં 4-4 મીમી વરસાદ પડ્યો હતો. તો કલોલ, દેત્રોજ રામપુરા, લોધિકા, જેતપુર, જૂનાગડ, ભેસાણ, જુનાગઢ શહેર, ઉમરેઠ, નડિયાદ, વાસો, ડભોઈ, દાંતા, કડી, પ્રાંતિજ, ગાંધીનગર, લખતર, જામકંડોરણા, જેસર અને પેટલાદમાં 3-2 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisment

ખોટા ડોક્યુમેન્ટ આધારે યુ.એસ. લાઈન માં ઉભા રાખવાનું કૌભાંડ, ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ

Police
પ્રતિકાત્મક તસવીર (એક્સપ્રેસ)

ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિઝા એજન્ટ તરીકે કામ કરનાર ચિરાગ પટેલ સહિત બે વિઝા અરજદાર સામે યુએસ એમ્બ્સની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી છે. અમેરિકન એમ્બેસીને અરજદાર સાથે કાઉન્સેલિંગમાં કઈંક અજુગતુ લાગતા તપાસ હાથ ધરી પુછતાછ કરી હતી. જેમાં અરજદાર દ્વારા નોન ઈમિગ્રન્ટ વીઝાની અરજીના ડોક્યુમેન્ટ ખોટી રીતે ઉભા કરેલા હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસે મહેસાણામાં વિઝન ઓવરસિઝ સાથે કામ કરતા એજન્ટ ચિરાગ પટેલ, તથા વીઝાની અરજી કરનાર પિંકલ પટેલ અને નેહા પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. તમને જણાવી દઈએ કે, વીઝા એજન્ટોએ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટના આધારે કપલને વિઝા માટે ઉભા રાખ્યા હતા.

અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ સર્જાયો

Ahmedabad Rain After
અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાયા (ફોટો - એક્સપ્રેસ)

ગુજરાતમાં વરસાદ જામ્યો છે, ત્યારે ગત રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો. જેને પગલે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. વરસાદ પહેલા એએમસી દ્વારા પ્રી મોનસૂન પ્લાન હેઠખ વરસાદી પાણી ન ભરાય તે માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ નજીવા વરસાદમાં પાણી બરાતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. આ બાજુ કેટલીક જગ્યાએ એટલે કે, મકરબા, અંધજન મંડળ, રામદેવનગર અને શ્યામલ ઈન્ટરસેક્શન પાસે ભારે પવનથી ઝાડ પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. એરપોર્ટ રોડ પાણી ભરાતા પ્લેન મુસાફરો અટવાયા હતા, અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વરસાદના આંકડાની વાત કરીએ તો, શહેરમાં સરેરાશ વરસાદ 30 મીમી નોંધાયો હતો. તો સૌથી વધુ વરસાદ નરોડામાં 87.5 મીમી નોંધાયો હતો. આ બાજુ ઉત્તર અમદાવાદમાં 65 મીમી, તો પશ્ચિમ વિસ્તારમાં 56 મીમી, પૂર્વ વિસ્તારમાં 65 મીમી, ઓઢવમાં 57 મીમી, તો ચકુડિયામાં 55 મીમી વરસાદ નોંધાયો હતો.

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ દુર્ઘટનાને એક મહિનો પૂરો, બંધ પાળવામાં આવ્યો

Rajkot Fire accident one month
રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો - કોંગ્રેસે બંધના એલાનને સમર્થન આપ્યું - (ફોટો - એક્સપ્રેસ)

તો રાજકોટ શહેરમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનના જવાબમાં ગુજરાતના રાજકોટમાં મોટાભાગની દુકાનો, શાળાઓ અને ખાનગી કચેરીઓ મંગળવારે બપોર સુધી બંધ રહી હતી. તમને જણાવી દઈએ કે, શહેરના નાના મવા રોડ પર ગેમિંગ ઝોનમાં લાગેલી આગને મંગળવારે એક મહિનો પૂરો થયો, જેમાં એક માલિક અને બે બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ગુજરાત સરકારે પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપી હતી. જો કે, કોંગ્રેસે વળતરને અપૂરતું ગણાવ્યું હતું અને પીડિતોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી. વિરોધ પક્ષે પણ "પ્રમાણિક અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ"ની માંગ કરી હતી અને કહ્યું હતું કે કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. તો ઘણા બજાર સંગઠનોએ બંધને સમર્થન આપ્યું હતું અને તે મુજબ દિવસના પહેલા ભાગમાં બંધ રહ્યા હતા.

અમદાવાદના વસ્ત્રાલ બસ ડેપોમાં આગમાં 3 ઈલેક્ટ્રિક બસ બળીને ખાખ થઈ

Bus Fire in Ahmedabad
ઈલેક્ટ્રીક બસમાં આગ - (ફોટો - એક્સપ્રેસ)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદના વસ્ત્રાલ બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસમાં મંગળવારે સવારે આગ લાગી હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસોને ચાર્જ કરવામાં આવી રહી હતી ત્યારે તેમાંથી એકમાં આગ લાગી હતી, ત્યારબાદ આગ નજીકમાં પાર્ક કરેલી અન્ય બે બસોમાં ફેલાઈ ગઈ હતી. આગમાં બસોની સાથે ચાર્જરને પણ નુકસાન થયું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે મંગળવારે એક નિવેદન જાહેર કર્યું હતું કે, આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે.

વડોદરાના વેપારીને 1 કરોડની ખંડણી માંગતો ફોન આવ્યો, રાજસ્થાનમાંથી 2ની ધરપકડ

Vadodara Crime Branch
વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગનારા ઝડપાયા - (ફોટો - એક્સપ્રેસ)

વડોદરા ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ સોમવારે રાજસ્થાનના બે લોકોની શહેરના એક વેપારીને ધમકાવી તેની પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરવા બદલ ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જોધપુર જિલ્લાના રહેવાસી રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ અને પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. વડોદરાના એક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને અનેક બેનામી કોલ આવ્યા હતા, જેમાં કોલ કરનારાઓએ તેની પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, છ કારતૂસ અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, રામનિવાસ વેપારીની મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ તેની "વર્તણૂક અને વર્તનની સમસ્યાઓ"ના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રામનિવાસે જૂનની શરૂઆતમાં વેપારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને જાળવી રાખવા વિનંતી કરી હતી, પરંતુ વેપારીએ ના પાડી અને રામનિવાસે "અપમાનનો બદલો" લેવાનું નક્કી કર્યું.

વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ politics વરસાદ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત