/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/North-gujarat-heavy-rain.jpg)
ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી - photo- IMD
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે મેઘ રાજા એકદમ ફોમમાં ચાલી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર થઈ રહી છે. જોકે, વરસાદનું જોર ઘટ્યું છે. એક તબક્કે 13 ઈંચ સુધી પડેલો વરસાદ હવે માત્ર 2 ઈંચ પુરતો સિમિત રહ્યો હતો. જોકે, રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર વધ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડશે ભારે વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘ રાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
અહીં પડશે ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
શનિવારે આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે 23 ઓગસ્ટ 2025, શનિવારના દિવસ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us