/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-rain-Today.jpg)
Gujarat Rain Forecast Today : ગુજરાતમાં વરસાદ - Express photo
Gujarat Rain Weather Forecast Update Today: ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. ધીમે ધીમે મેઘરાજાની સવારી સમગ્ર ગુજરાત તરફ વળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા મેઘરાજા હવે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. બુધવારે સમી સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 5.98 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ પડ્યો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 25 જૂન 2025 સવારે છ વાગ્યાથી લઈને 26 જૂન 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 5.98 તાલુકામાં નોંધાયો હતો. ત્યારબાદ સુરતના ઉમરપાડામાં 5.83 ઈંચ નોંધાયો હતો.
12 તાલુકામાં 3થી 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જેમાં 3 ઈંચથી લઈને 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે કોષ્ટકમાં વાંચો 12 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| નર્મદા | સાગબારા | 5.98 |
| સુરત | ઉમરપાડા | 5.83 |
| તાપી | ડોલવાન | 5.83 |
| ડાંગ | વઘઈ | 4.88 |
| વડોદરા | કારંજ | 4.65 |
| નવસારી | વાંસદા | 4.61 |
| તાપી | કુકરમુંડા | 4.37 |
| નર્મદા | દેડિયાપાડા | 4.29 |
| મહિસાગર | લુણાવાડા | 4.1 |
| નવસારી | ખેરગામ | 3.94 |
| તાપી | વ્યારા | 3.74 |
આ પણ વાંચોઃ- મેઘરાજાએ સુરતની ‘સૂરત’ બગાડી, હજારો કરોડનો ખર્ચો છતા ઈમરજન્સી સુવિધાના નામે પોકળ દાવા
અમદાવાદ શહેરમાં કેટલો વરસાદ પડ્યો?
અમદાવાદમાં બુધવારે સાંજના સમયે વરસાદ પડવાનો શરૂ થયો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. શહેરમાં સાંજે ચાલુ થયેલો વરસાદ રાત સુધી ચાલ્યો હતો અને આ સમય દરમિયાન આશરે 2.13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે પૂર્વ વિસ્તાર પાણી પાણી થયો હતો. ઠેરઠેર પાણી ભરાવવાના દ્રશ્યો સર્જાયા હતા. વાહનો ચાલકોને ભારે હાલાક પહોંચી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us