Today Weather Gujarat rain : ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે. રવિવારના રોજ મેઘાની સવારી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 140 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણા અને બનાસકાંઠાના બે તાલુકામાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 13 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી 14 જુલાઈ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં રાજ્યમાં 140 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ મહેસાણાના સતલાસણામાં 3.9 ઈંચ અને બનાસકાંઠાના દાંતામાં 3.39 ઈંચ વરસાદ નોંધાયો હતો.
24 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ
SEOCના આંકડા પ્રામણે 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 24 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નિચેના કોષ્ટકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયાની માહિતી આપેલી છે.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) મહેસાણા સતલાસણા 3.9 બનાસકાંઠા દાંતા 3.39 બોટાદ બરવાળા 2.72 આણંદ ખંભાત 2.52 આણંદ આણંદ 1.97 ખેડા નડિયાદ 1.81 સારકાંઠા ઈડર 1.7 નર્મદા તિલકવાડા 1.69 વડોદરા સિનોર 1.57 વલસાડ ધરમપુર 1.54 ભાવનગર ભાવનગર 1.46 અમદાવાદ ધોળકા 1.42 ખેડા વાસો 1.34 વડોદરા પાદરા 1.34 વડોદરા કરજણ 1.3 દાહોદ ગરબાડા 1.3 ભાવનગર ઘોઘા 1.2 પાટણ સિદ્ધપુર 1.1 વલસાડ ઉમરગામ 1.1 ભરૂચ જંબુસર 1.06 બોટાદ રાનપુર 1.06 બનાસકાંઠા ડીસા 1 મહેસાણા ખેરાલુ 1
20 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 140 તાલુકા પૈકી 20 તાલુકા એવા છે જેમાં મેઘરાજાએ માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ-PDF
આજથી ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી
14 જુલાઈ 2025- સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર15 જુલાઈ 2025- સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર16 જુલાઈ 2025- બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ અને મહિસાગર17 જુલાઈ 2025- બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી