Today Weather Gujarat rain, 18 July 2025 : થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે. શુક્રવાર રાત સુધીમાં આશરે 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે રાતના સમયમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં મેઘ મહેર રહી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દાહોદના ફતેપુરામાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના બધાજ તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4 કલાકમાં દાંતામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
દાંતામાં ચાર કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 19 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠામાં પડી રહ્યો છે. બનાસકાંઠાના બધાજ તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 4 કલાકમાં દાંતામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત બનાસકાંઠાના લાખણીમાં 2.64 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ, પાલનપુરમાં 2.36 ઈંચ, વડગામમાં 1.5 ઈંચ, ધાનેરામાં 1.14 ઈંચ, ભાભરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 54 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 19 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે દાહોદના ફતેહપુરામાં 1.42 ઈંચ અને આખા બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો.
રાત્રે બનાસકાંઠામાં મેઘ મહેર
શુક્રવારે દિવસમાં નામ માત્ર વરસાદ પડ્યા બાદ રાતના સમયે બનાસકાંઠામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ પાલનપુરમાં 1.34 ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત મોટાભાગના તાલુકામાં એક ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. નીચે કોષ્ટકમાં જુઓ બનાસકાંઠામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો વરસાદ (ઈંચ) પાલનપર 1.34 દાંતા 1.26 અમિરગઢ 1.3 ધાનેરા 1.06 ભાભર 0.94 ડીસા 0.9 દિયોદર 0.8 વડગામ 0.71
16 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકના સમયગાળામાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 16 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?
આજે 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે આજે ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.