Today Weather Gujarat rain, 21 July 2025 : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસનો વિરામ લીધા બાદ મેઘ રાજાએ ફરીથી બેટિંગ કરવાનું શરું કરી દીધું છે. રવિવારના રોજ દિવસ દરમિયાન ગુજરાતના 100 કરતા વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, રાત્રે પણ રાજ્યના કેટલાક તાલુકામાં મેઘાએ બેટિંગ કરી હતી. 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ અને જામનગરના જોડિયામાં 3.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં આજે સવારથી જ વરસાદ ચાલું
આજે સોમવારે 21 જુલાઈ 2025 સવારથી જ આખા અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીના બે કલાકમાં અમદાવાદ શહેરમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 21 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોલમાં 3.5 ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત જામનગરના જોડિયામાં પણ 3.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
23 તાલુકામાં 1થી3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 23 તાલુકા એવા છે જેમાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ 23 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) જૂનાગઢ જૂનાગઢ શહેર 2.76 જૂનાગઢ જૂનાગઢ 2.76 વલસાડ વાપી 2.48 વલસાડ ઉમરગામ 2.36 કચ્છ ભચાઉ 2.01 રાજકોટ ગોંડલ 1.81 નવસારી જલાલપોર 1.77 સુરત સુરત શહેર 1.77 નવસારી નવસારી 1.69 ભાવનગર સિહોર 1.65 દેવભૂમી દ્વારકા ભાનવડ 1.61 જૂનાગઢ વંથલી 1.38 જામનગર જામજોધપુર 1.38 રાજકોટ જામકંડોરણા 1.4 ગીર સોમનાથ સુત્રાપાડા 1.38 જૂનાગઢ માળિયા હાટિના 1.3 ભરૂચ વાલિયા 1.3 જૂનાગઢ કેશોદ 1.3 દેવભૂમી દ્વારકા કલ્યાણપુર 1.1 જામનગર જામનગર 1.1 મોરબી ટંકારા 1.06 મોરબી માળિયા 1.1 કચ્છ અંજાર 1
19 તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 141 તાલુકા પૈકી 19 તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકામાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો -PDF જુઓ
આ પણ વાંચોઃ- સામૂહિક આત્મહત્યાથી બગોદરા ગામમાં હડકંપ, એક જ પરિવારના 5 લોકોએ જીવન ટુંકાવ્યું
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.