Today Weather Gujarat rain, 15 July 2025 : ગુજરાતમાં ચોમાસું રંગ રાખી રહ્યું છે ત્યારે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 14 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 15 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.
5 જિલ્લાના 5 તાલુકામાં 2-3 ઈંચ વચ્ચે વરસાદ
વરસાદના મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે આ તાલુકાઓ પૈકી પાંચ તાલુકાઓ એવા છે જેમાં સૌથી વધારે 2 અને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
જિલ્લો તાલુકો વરસાદ(ઈંચમાં) પાટણ સિદ્ધપુર 2.8 નર્મદા દેડિયાપાડા 2.68 વલસાડ કપરાડા 2.4 સુરત ઉમરપાડા 2.24 સાબરકાંઠા ખેડબ્રહ્મા 2.2
23 તાલુકામાં 1-2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકના સમયગાળામાં રાજ્યના 122 તાલુકા પૈકી 23 તાલુકા એવા છે જેમાં 1 અને 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીના મોટાભાગના તાલુકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? – PDF જુઓ
21 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જે પૈકી 22 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે અહીં 1 અને 2 એમએમ જેટલો જ વરસાદ નોંધાયો હતો. આ તાલુકામાં નામ માત્ર જ વરસાદ રહ્યો હતો.
આ પણ વાંચોઃ- કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું
સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચામાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.