Today Weather Gujarat rain, 22 July 2025, ગુજરાત વરસાદ : ગુજરાતમાં બે દિવસથી મેઘરાજાની સારી બેટિંગ જોવા મળી રહી છે. બે દિવસથી રાજ્યમાં મોટાભાગના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કપડવંજમાં 4.8 ઈંચ પડ્યો હતો. આ ઉપરાંત પાંચ તાલુકા એવા છે જેમાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
કપડવંજમાં 4.8 ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 22 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ખેડાના કપડવંજમાં 4.8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભાવનગરનો તળાજા તાલુકો 3.11 ઈંચ વરસાદ સાથે બીજા નંબરે રહ્યો હતો.
પાંચ તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
એસઈઓસી, ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાંચ તાલુકા એવા પાંચ જિલ્લાના પાંચ તાલુકા એવા છે જ્યાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) ભાવનગર તળાજા 3.11 સાબરકાંઠા તલોદ 2.7 સુરેન્દ્રનગર વઢવાણ 2.09 નવસારી નવસારી 2.05 મહેસાણા વિસનગર 2.05
14 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે ગુજરાતમાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે પ્રમાણે 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ પૈકી 14 તાલુકા એવા છે જ્યાં 1થી2 ઈંચ વરસાદ નોંધાયો છે. કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો એ જાણવા આ લેખમાં નીચે આપેલી વરસાદના આંકડાની પીડીએફ જોવી.
32 તાલુકામાં નામ માત્ર વરસાદ નોંધાયો
પ્રાપ્ત વરસાદના આંકડા પ્રમાણે 132 તાલુકા પૈકી 32 તાલુકા એવા છે જ્યાં નામ માત્ર જ વરસાદ નોંધાયો છે.એટલે કે અહી વરસાદે માત્ર હાજરી જ પુરાવી છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, આ PDF જુઓ
આજે રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે 22 જુલાઈ 2025, મંગળવારના દિવસે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી હતી.