Gujarat Rain Weather Forecast Update Today: ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહી છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજા નંબરે અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 189 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 29 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 30 જૂન 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 33 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણા જિલ્લાના કડીમાં 3.6 ઈંચ નોંધાયો હતો.જ્યારે અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ રહ્યો હતો.
5 તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 5 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જે નીચે પ્રમાણે છે.
જિલ્લો તાલુકો વરસાદ મહેસાણા કડી 3.61 અમદાવાદ વિરમગામ 3.31 નવસારી ખેરગામ 2.44 સુરત ઉમરપાડા 2.32 ગાંધીનગર કલોલ 2.05
રાજ્યના 25 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 189 તાલુકા પૈકી 25 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં અમદાવાદ, નવસારી, વડોદરા, ડાંગ, નર્મદા, તાપી, આણંદ, વલસાડ, મહિસાગર, સુરત, ગાંધીનગર જિલ્લાના તાલુકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
9 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે 9 તાલુકા એવા છે જેમાં મેઘાએ માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં માત્ર 1 એમએમ વરસાદ નોંધાયો છે. આ તાલુકામાં લાલપુર, કેશોદ, દાહોદ, વલ્લભીપુર, દિયોદર, ચાણસ્મા, જોડિયા, હળવદ અને કાંકરેજનો સમાવેશ થાય છે.