Gujarat Rain Today: ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ, ક્યાં કેટલો નોંધાયો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today

ગુજરાતમાં હળવો વરસાદ- Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update: ગુજરાતમાં અત્યારે મેઘરાજા આરામ મોડ પર આવી ગયા છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માંડ અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો.

Advertisment

ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 6 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 7 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ વાડિયામાં 0.31 ઈંચ નોંધાયો હતો.

50 ટકા વિસ્તારોમાં વરસાદે હાજરી પુરાવી

SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 50 ટકા તાલુકા એટલે કે 15 જેટલા તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. અહીં 1-2 એમએમ વરસાદ નોંધાયો છે.

rain, વરસાદ, ગુજરાત વરસાદ
ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

ગુજરાતમાં માંડ અડધો ઈંચ પણ વરસાદ નહીં

ગુજરાતમાં અત્યારે વરસાદની ગતિ ધીમી ચાલી રહી છે. છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, રાજ્યમાં વરસાદની માત્રા અડધા ઈંચ કરતા પણ ઓછી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી માંડ અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી.

Advertisment

રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 7 ઓગસ્ટ 2025, ગુરુવારના દિવસ માટે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર,વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- અમદાવાદમાં રહે છે PM મોદીની ‘પાકિસ્તાની બહેન’, જે પોતાના હાથે તેમના માટે બનાવે છે રાખડી

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત