Aaj Nu Havaman, Gujarat Rain Update: ગુજરાતમાં મેઘ રાજા અત્યારે આરામ મોડ ઉપર આવી ગયા છે. મેઘાની બેટિંગને બ્રેક લાગી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં વરસાદ 50 તાલુકાની અંદર આવી ગયો છે ત્યારે આખા ગુજરાતમાં પુરો અડધો ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં 0.39 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 5 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 6 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે પોરબંદરમાં 0.39 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. તમામ 45 તાલુકામાં સૌથી વધારે વરસાદ 0.39 ઈંચ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં 24 કલાકમાં પુરો અડધો ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો જુઓ પીડીએફ
આ પણ વાંચોઃ- ગંભીરા પુલ પર લટકતું ટેન્કર હટાવવા આવ્યું, 50 નિષ્ણાતોની મદદ લઈ ખાસ ટેકનિકનો કરાયો ઉપયોગ
24 કલાકમાં 50 ટકા તાલુકામાં મેઘાએ માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, 23 તાલુકા એવા છે જ્યા મેઘાએ માત્ર હાજરી જ પુરાવી છે. અહીં એક-બે એમએમ જ વરસાદ નોંધાયો છે.