Gujarat Rain Today: ગુજરાતમાં 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં 2.68 ઈંચ વરસાદ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં વરસાદ- Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update: ગુજરાતમાં અત્યારે વરસાદ વત્તાઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. વરસાદની ગતિ ધીમી પડી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાનાના બાલાસિનોર તાલુકામાં 2.68 ઈચ નોંધાયો.

8 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકા એવા છે કે જ્યાં 1 ઈંચથી લઈને 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. બાલાસિનોરમાં 2.68 ઈંચ, કઠલાલમાં 2.40 ઈંચ અને મહુધામાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદ નોંધાયો?

32 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 32 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.

ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે રવિવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ સમાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં…વિવાદ પછી અમદાવાદમાં લાગેલા વિવાદાસ્પદ બોર્ડ હટાવાયા

તેમજ હવામાન વિભાગ પ્રમાણે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત