Aaj Nu Havaman, Gujarat Rain Update: થોડા દિવસના આરામ બાદ મેઘાએ ફરીથી સ્પીડ પકડી છે. ધીમે ધીમે વરસાદ પડવાના તાલુકાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલકામાં વરસાદનો વિસ્તાર વધ્યો છે. 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરમાં 1.97 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 4 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરમાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો હતો.
91 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, તેમાં 91 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં માત્ર બે જ તાલુકામાં એક ઈંચ કરતા વધાર વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં 1.97 ઈંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદ નોંધાયો?
32 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 3 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 32 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- ‘કરોડરજ્જુમાં ઈજા, જડબું તૂટ્યું…’, શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે સ્પાઇસજેટના કર્મચારીઓ પર હુમલો કર્યો; VIDEO
આજે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સોમવારના દિવસની આગાહી કરી છે. આજે 4 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે સાબકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદ પડવાનીશક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.