Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મેઘ રાજાની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. એક સપ્તાહમાં ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદ નરમ પડ્યો હતો. અત્યારે ગુજરાતમાં વરસાદની માત્રા અને વરસાદ પડવાનો વિસ્તાર પણ ઘટીને 100 તાલુકાની અંદર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2.13 ઈંચ નોંધાયો છે. જ્યારે 87 તાલુકામાં એવા છે જ્યાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2.13 ઈંચ નોંધાયો હતો.
8 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો, નીચે કોષ્ટકમાં જુઓ
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) વલસાડ કપરાડા 2.13 ડાંગ વઘાઈ 1.77 ડાંગ આહવા 1.73 નવસારી ખેરગામ 1.69 નવસારી વાંસદા 1.61 વલસાડ ધરમપુર 1.46 ડાંગ સુબિર 1.14 વલસાડ વલસાડ 1.1 
રાજ્યના 87 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 87 તાલુકા એવા છે જ્યાં પુરો એક ઈંચ વરસાદ નોંધાયો નથી. આ વિસ્તારોમાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
31 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- 103 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’: સાયબર ગુનેગારોએ ગાંધીનગરના ડૉક્ટરના ₹.19.24 કરોડ લૂટી લીધા
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
ગુજરાત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.





