Today Weather Gujarat rain latest update, 28 July 2025 : ગુજરાતમાં ફરીથી વરસાદની સિસ્ટમ એકદમ સક્રિય થઈ ગઈ છે. શનિવાર મોડી રાતથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરુ થયો હતો. ત્યારે રવિવારે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો આખા ખેડામાં મેધા ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને રાજ્યનો સૌથી વધારે વરસાદ નડિયાદમાં 10.43 ઈંચ નોંધાયો હતો.
ખેડના નડિયામાં સૌથી વધુ 10.43 ઈંચ વરસાદ ખાબક્યો
રવિવારના દિવસે મેઘરાજાએ ખેડા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ખેડા જિલ્લામાં 2.50 ઈંચથી લઈને 10.50 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો જેની માહિતી કોષ્ટકમાં આપેલી છે.
તાલુકો વરસાદ(ઇંચ) નડિયાદ 10.43 મહેમદાબાદ 9.37 માતર 8.03 મહુધા 7.05 વાસો 6.22 કઠલાલ 5.31 ખેડા 4.96 ગળતેશ્વર 3.55 ઠાસરા 3.07
24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં બે તાલુકામાં 10 ઈંચ ઉપર વરસાદ નોંધાયો હતો.જ્યારે 5 તાલુકા એવા છે જેમાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
29 તાલુકામાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 29 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી લઈને 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ માહિતી માટે આ લેખમાં આપલી પીડીએફ જુઓ.
આ પણ વાંચોઃ- Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય, અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો- PDF જુઓ
અમદાવાદ સહિત આ સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ડ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.