Aaj Nu Havaman, Gujarat Rain Update: ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વરસાદ આરામ મોડ ઉપર જતો રહ્યો છે. અત્યારે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. એક તબક્કે 200ની આસપાસ તાલુકાઓમાં વરસાદનો વિસ્તાર હતો જે અત્યારે 50 તાલુકાની અંદર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો બે તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં માંડ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 31 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢમાં 0.59 ઈંચ પડ્યો હતો.
23 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 31 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 23 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.
રાજ્યમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે 1 ઓગસ્ટ 2025, શુક્રવારના દિવસે નહિવત વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંહમહાલ, દાહોદ અને મહિસાગરમાં સામાન્યથી હળવા વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- Inidan Railways: તહેવારો દરમિયાન ગુજરાતમાં સ્પેશ્ય ટ્રેનોની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.