Today Weather Gujarat rain latest update, 29 July 2025 : ગુજરાતમાં મેઘરાજા ફરથી સક્રિય થયા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત, છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાના તાલુકામાં નોંધાયો હતો.
સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ નોંધાયો હતો.
8 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો
SEOC દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેની વિગત નીચે કોષ્ટકમાં આપેલી છે.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં) સુરત ઉમરપાડા 4.92 છોટાઉદેપુર છોટાઉદેપુર 3.23 છોટાઉદેપુર બોડેલી 2.99 પંચમહાલ જાંબુઘોડા 2.56 છોટા ઉદેપુર જેતપુરપાવી 2.24 તાપી સોનગઢ 2.24 દાહોદ ગરબાડા 2.2 તાપી ડોલવાન 2.05
35 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 35 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકામાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો હતો.
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ
આ પણ વાંચોઃ- અમેરિકામાં જુગારધામ ચલાવી રહ્યા હતા 9 ગુજરાતી, 70 કરોડના ગેરકાયદે વેપારનો ભાંડો ફૂટ્યો
14 જિલ્લાઓણાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે આજે 29 જુલાઈ 2025 માટે 14 જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.