Gujarat rain forecast : આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે રક્ષાબંધનના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન વિભાગ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ પણ સેવી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે રક્ષાબંધનના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન વિભાગ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ પણ સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસા વચ્ચે મેઘરાજા આરામ મોડ ઉપર આવી ગયા છે. જોકે, રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે એકવાર ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારના દિવસે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 11 ઓગસ્ટ 2025, સોમવારના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- VIDEO: અડધી રાત્રે જંગલના રાજા સાથે વ્યક્તિની થઈ મુલાકાત, જોતા જ ચીસો પાડી

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે સોમવારના દિવસે અમદાવાદના આકાશમાં 84 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ એકદમ ઓછી છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અત્યારે અમદાવાદમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત